________________
જગન્નાથના પુરાતન પૈારાણિક ઇતિહાસ
૧૦૫
છે, તે જગન્નાથ દેવની સ્થાપનાના મળી શકે તેટલા ઇતિહાસ જાણી લેવા એ ધણું જ અગત્યનું છે. પ્રભાતકુમાર શ્રી જગન્નાથની રથયાત્રાને મહાત્સવ જેવાને જાય છે, તે માર્ગમાં છે, ત્યાં સુધી આપણે એ ઇતિહા સને જાણવાના કિંચિત્ પ્રયત્ન કરીશું, તે તે અયાગ્ય કે અસ્થાનીય તા નહિ જ કહેવાય.
**
જગન્નાથની પૂજા લગભગ એ હજાર વર્ષથી ચાલતી આવી છે, અને તે કાળથી તે આજ દિવસ સુધી એરીસા હિન્દુઓની એક અત્યંત પવિત્ર અને પૂજ્ય ભૂમિ મનાય છે. સર વિલિયમ હંટર કહે છે કે, · પુરીના આતિથ્યવિમુખ વાલુકા પ્રદેશમાં કે જે એક કલ્લૂ અને જવિપ્લવનું સ્થાન છે, ત્યાં હિન્દુ ધર્મ અને હિન્દુ-અતિ વિશ્વાસ અથવા મિથ્યાધર્મ સમુદ્રતારે વિશ્વના ભિન્ન ધર્મીયાની અનેક વિરુદ્ધતાએ છતાં પણ આજે અઢારસ વર્ષથી જેમના તેમ કાયમ ઉભા રહેલા છે. અહીં વિશ્વમંદિર છે, કે જ્યાં આય઼વર્ત્તના સર્વે ભાગામાંથી મનુષ્યા વિશ્વદેવની પૂજા કરવાને આવે છે. અહીં સ્વર્ગનું દ્વાર છે, તેથી સહસ્રાવધિ યાત્રાળુઓ અહીં મરવાના હેતુથી આવી વસે છે—અનંત અને શાશ્વત સાગરની ગર્જનાયુક્ત સ્થાનમાં અંતિમ વિરામ લેવા, એ જ તેમના ત્યાં આવી નિવાસ કરવાના મુખ્ય હેતુ હાય છે.” ત્યારે જગન્નાથમાં એટલી બધી તે શી અલૌકિકતા સમાયલી કે સર્વજને એને આટલા બધા ભાવથી ભજે છે ? એ શંકાનું નિવારણ કરવામાટે આપણે એના ઇતિહાસ અથવા એનું ચરિત્ર જાણવાના પ્રયત્ન કરીશું, પૌરાણિક ત્રિપુટી-ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-માંના દ્વિતીય દેવ જે વિષ્ણુ તે જગન્નાથ જ છે, એમ કહેવામાં આવે છે. જગન્નાથ તે વિષ્ણુનું મર્ત્ય લાકનું સ્વરૂપ છે. એના વિશે એક એવી આખ્યાયિકા સાંભળવામાં આવે છે કે, કેટલાક યુગા પૂર્વે માળવામાં રાજ્ય કરતા એક ધર્મનિષ્ઠ ભૂપાળે વિષ્ણુને શોધ કરવા માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, દક્ષિણ ચારે દિશામાં ભિન્નભિન્ન ધર્મ ગુરુઓને મેાકલ્યા હતા. કારણકે, વિષ્ણુએ પૃથ્વીપર અવતાર ધારણ કરેલા હતા, એમ તેના સાંભળવામાં આવ્યું હતું. પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ગએલા ધર્મગુરુઓ તેા વીલે મેાઢે પાછા આવી પહોંચ્યા. પરંતુ જે ધર્મગુરુ પૂર્વ દિશામાં પ્રયાણ કરી ગયા હતા, તે ભ્રૂણી જ માર્ગપ્રતીક્ષા કરવા છતાં પણ સ્વદેશમાં પાશ કર્યો નહિ. તેના પાછા ન આવવાનું શું કારણ હશે? કારણ નીચે પ્રમાણે હતું:
જે ધર્મગુરુ પૂર્વ દિશામાં ગયા હતા, તે આરીસામાં વસુ નામના એક જંગલી વ્યાધના ગૃહમાં બંદીવાન થઇને પડેલા હતા. . . વસુને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com