________________
રાજદુર્ગ
૧૦૩ પણ પ્રથમ પ્રમાણે ધીરભાવથી બાલિકા સમાન પ્રવાહિત થતી જોવામાં આવતી નહોતી. મંદપવનનું વહન પણ અટકી ગયું હતું. નદીના વેગની વૃદ્ધિ થઈ હતી, પૂર્વ દિશાને વાયુ પ્રબળતાથી વાતે હો, મૂશળધાર વૃષ્ટિથી પૃથ્વી પંકમય બની ગઈ હતી. ઉત્કલવાસી ખેડુતે આનંદપૂર્વક ગીત ગાતા પિતાના કાર્યમાં નિમગ્ન થઈ ગયા હતા. વિરહી જનો પિતાના હૃદયદુઃખના અવલોકનમાં લીન થયા હતા–તેમને માત્ર દાસણ વર્ષનું જ દર્શન થતું હતું. નીચેની કવિતામાં દર્શાવેલાં વર્ષના આગમનનાં સર્વ ચિહે સૃષ્ટિમાં વ્યાપેલાં લેવામાં આવતાં હતાં –
જે સુખદ શીતલ શુચિ સુગંધિત પવનલહરી વાય છે, વર્ષે સલિલ ધારાસહિત વસુધા સુખદ દેખાય છે; આ મૃદુ સુમનની લતા ડોલે વાયુના આઘાતથી, ને નીલવણું વૃક્ષ કપે સબલ જલના પાતથી. અતિ નીલવર્ણા હરિત ભૂમિ ચિત્તને અનુરાગતી, વાસવ વધૂની પંક્તિઓ માણિકય સમ શેભે અતી; નિર્મલ બકલહારાવલી મુક્તાવલી સમ ભાસતી, ને ચંદ્રહાસ સમાન નભમાં ચંચલા ય વિલાસતી. ૨ સાંભળ ભયંકર મેઘગર્જન સિંહ નિજ મદ મૂકતા, કામી પ્રવાસીનાં મન નિજ સત્ય પથને ચૂક્તા બહુ કૂપ, કુંડે ને સરેવરમાંહિ વારિ ભરાય છે, ને નદી નદ નિર્ઝરણ નૂતન નીરથી ઉભરાય છે. ૩ અતિ હર્ષ થાતે દરને ચાતકના કવનથી, કાનનમહીં કેકા કરે નવ નૃત્ય વર્ષા સ્તવનથી; બહુ તાપયુક્ત નિદાધનો આજે પરાજય થઈ ગયો, ને વિજય દુન્દુભિ નાદ વિષે મેઘને ભીષણ થયા. ૪ ફળ પુષ્પ આવ્યાં વૃક્ષમાં ને ક્ષેત્રમાંહી ધાન્ય છે, ધનદાયિની એ વસ્તુ છે, એ સૌખ્યનું પ્રાધાન્ય છે; બહુ મેદ તેથી માનિની ને માનવી મનમાં થતા,
સંતાપને લય થઈ ગયો અધાપિ જે હૃદયે હતો. ૫
જ્યાં સુન્દરી ઉષા વસતી હતી, તે સ્થાને પણ વર્ષાઋતુના આગમનનાં એ સર્વ ચિનહોને વિસ્તાર થએલો જ હશે. એથી અનુમાન કરી શકાય છે કે, ઉષાના દિવસે ત્યાં ધણું જ કષ્ટથી વ્યતીત થતા હશે. દાસી પ્રમાણે બીજાના ગૃહમાં રહેલી હોવાથી ધીમે ધીમે વર્ષના જળબિન્દુઓથી ભીંજાતી તે યાત્રાળુઓ માટે જળ ભરવાને તે સરોવરના તીરે જતી હશે અને એવી રીતે વારંવાર આવવા જવાથી તેનાં વસ્ત્રો સતત ભીજેલાં જ રહેતાં હશે. જે પ્રભાત ત્યાં હોત, તો કદાચિત ઉષાને શિરે કાર્યને એટલો બધો ભાર પડેલો રહ્યો ન હેત–તેમાં ન્યૂનતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com