________________
- રાજર્ગ
૧૦૧ ધાનીમાં રાખવાની જ તેણે લેજના કરી. પ્રભાત, રાજાની ઈચ્છાને ટાળી શો નહિ, પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ તેને ત્યાં રોકાઈ રહેવું પડ્યું. તેના મનમાં અનેક પ્રકારની આશાઓ અને ઉત્સાહની ભાવનાઓસાથે ઉષાની સ્નેહમયી સ્મૃતિ પણ દિનરાત વિરાજવા લાગી.
યુદ્ધની આલોચના, સૈન્યની કુશલતાની પરીક્ષા, ન્યૂહરચના અને ગુપ્ત પરામર્શ આદિ કાયની યોજના કરવામાં પ્રભાતના દિવસે વીતવા લાગ્યા. જો કે પ્રભાતકુમાર યુદ્ધકળામાં સર્વથા અનભિજ્ઞ અને અનનુભવી હો, તોપણ પ્રાચીન ઇતિહાસ અને પુરાણોમાં વાંચેલી પ્રાચીન રાજાઓની યુદ્ધનીતિને અનુસરીને તે વર્તવા લાગ્યો. છતાં પણ તેની આશા ફળીભૂત થાય, એવાં ચિન્હો જણાતાં નહોતાં; કારણ કે, તેની સેનાના સર્વ સૈનિકે આળસુ, ડરપોક અને યુદ્ધવિદ્યામાં સર્વથા અજ્ઞાત હતા. સમરભૂમિનો અનુભવ ધરાવનાર એક પણ સેનાની હતો નહિ. સેનાપતિ પણ યુદ્ધકળામાં નિપુણ નહોતો અને કિલ્લાની દીવાલો પણ અનેક સ્થળેથી ટૂટીફૂટી ગએલી હતી. એ સઘળાં કારણોથી મહારાજા નન્દકુમારના મનમાં સર્વદા ઉદાસીનતા જ જોવામાં આવતી હતી. દીર્ધકાલપર્યન્ત શાન્તિસુખનો ઉપભોગ લેતાં લેતાં અંતે જેવી રીતે રાજ્યની રક્ષાનું બળ અત્યંત શિથિલ થઈ જાય છે, તેવી જ રીતે અહીં પણ થએલું હતુ, ઓરીસાની સેનાના સૈનિકે પૂરેપૂરા કર્તવ્યવિમુખ બની ગયા હતા. પ્રભાત એ સર્વ દોષને કાઢી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યો અને કેટલાંક કાર્યોને સુધારવાનો આરંભ પણ કરી દીધો, પરંતુ ક્ષણમાત્રને માટે પણ તેના મનમાં કોઈવાર એવી આશા બંધાઈ નહિ, કે, પઠાણેના પ્રહારનું પ્રત્યુત્તર આપીને એરીસા પોતાની સ્વતંત્રતાનું સંરક્ષણ કરી શકશે.
જહાજપુરના કિલ્લાની મોટી મોટી ભીતિની પ્રતિષ્ઠાયાને પોતાના શિરે ધારણ કરીને શ્રી ગંગાજી કલકલ ધ્વનિ સહિત સમુદ્રપ્રતિ પ્રયાણું કરતી હતી. કુલીન પ્રભાતકુમાર પ્રતિદિવસ સંધ્યાના સમયે ગંગાના તીરે જઈને મનોરંજન માટે ફર્યા કરતે હતો અને નદી, વૃક્ષ તથા આકાશ આદિમાં પ્રકૃતિની જે શેલા વિરાજતી હતી, તેને જોઈને ઘણે જ પુલકિત થતો હતો. એ એકાન્તના સમયમાં તેને પિતાની બાલ્યાવસ્થાનું અને સ્વદેશનું અનેકવાર સ્મરણ થઈ આવતું હતું, કિન્તુ એ ચિન્તાઓમાં ઉષાના મલિન મુખનું સંમિશ્રણ પણ સદા સર્વદા રહેતું હતું. પ્રભાત એકાન્તમાં કેટલા બધા વિચારો કર્યા કરતો હતો, તેની સંખ્યા કહી શકાય તેમ નથી. પ્રભાત ઉષાને ચાહતો હતો, એટલે ઉષાને સદેવ પોતાનાં નેત્ર સમક્ષ રાખવાની તેની ઈચ્છા થાય, તો તે સ્વાભાવિક છે. પ્રભાત સ્વતંત્ર હતો અને જે ઈચછે તો તત્કાળ જગન્નાથપુરીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com