________________
૧૦૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પાછો જઈ શકે એમ હતું, તેમ જ પ્રતિક્ષણ ઉષાને પોતાની દષ્ટિ સમક્ષ ઉપસ્થિત રાખી શકે તેમ હતું. પ્રભાતે એ વિશે અનેકવાર વિચાર કર્યા. પરંતુ સુશિક્ષિત અને પોતાના કર્તવ્યને સમજવાવાળો યુવક પ્રભાત પ્રેમમાટે કર્તવ્યનો ત્યાગ કરી શક્યો નહિ. અર્થાત ઉષાપ્રતિ આકર્ષાતા મનના વેગને રોકીને તે કર્તવ્યપાલનમાં જ તત્પર થશે. સાયંકાળે જ્યારે સરિતાતીરે તે એકાન્તમાં ઊભો રહેતો હતો, ત્યારે તેના સ્નેહસમુદ્રમાં વિચિત્ર લહરીઓનો ઉદ્ભવ થતો હતો. એક પ્રકારની અય અશાંતિ તેના જીવનને આન્ટેલિત કરી નાખતી હતી અને તેથી તે ત્યાં વધારે વાર ઊભો રહી શકતો નહે; અથત ત્વરિત જ પાછો કિલ્લામાં ચાલ્યો જતો હતે.
રાત્રિના સમયે સેંકડો સિપાહીઓ આવીને પ્રભાત પાસે બેસતા હતા અને પ્રભાત તે સર્વને પ્રાચીન આર્યવીરની વીરકથાઓ એક પછી એક કહી સંભળાવતા હતા. અર્જુને એકલાએ જ કૌરવોની સેનાને પરાજય કેવી રીતે કર્યો હતો, ભીમે પોતાની ભયંકર ગદાના પ્રહારથી ધૃતરાષ્ટ્રના પુત્રને કેવી રીતે સંહાર કર્યા હતા અને અભિમન્યુએ માત્ર સોળ વર્ષની અવસ્થામાં જ સપ્ત મહારથીઓ સાથે કેવું તુમુલ યુદ્ધ કર્યું હતું, ઇત્યાદિ કથાઓનું તે ઓજસ્વિની ભાષામાં કથન કર્યા કરતા હતા. રધુના દિગ્વિજયને વૃત્તાન્ત, લક્ષ્મણની વીરતા તથા ભાતસ્નેહ, રામચંદ્રનું અસાધારણ શૌર્ય અને દધીચિને આત્મસર્ગ ઇત્યાદિ કથાઓ તે તેમને વિસ્તાર પૂર્વક સંભળાવતા હતા. એ શૌયત્પાદક કથાઓના શ્રવણમાં શ્રોતા સૈનિકે લીન થઈ જતા હતા. એવી રીતે વાર્તાલાપમાં જ્યારે બહુ રાત્રિ વ્યતીત થઈ જતી હતી, તે વેળાએ સર્વજન સૂવાને ચાલ્યા જતા હતા. તે વેળાએ—એકાન્તમાં પ્રભાતના હૃદયમાં ઉષા આવીને વિરાજમાન થતી હતી. ક્ષણમાં પ્રભાત ઉષાને માળા બનાવતી તે ક્ષણમાં સરોવરતીરે તારા ગણતી ઊભેલી જેતે હતે. વળી ઉષા જાણે પોતાના અંકમાં મસ્તક રાખીને રાતી હાયની ! એવો પણ પ્રભાતને ભાસ થતો હતો. પણ એ સ્વમ સમાપ્ત થવા પછી પ્રભાત પોતે પણ પોતે હતો કે નહિ તેની અમને ખબર નથી.
અને વર્ષાઋતુનું આગમન પણ થયું. આકાશમાં મેધના સમૂહ દૃષ્ટિગોચર થવા લાગ્યા. વાતાવરણમાં પણ મંદતાનો આવિર્ભાવ થઈ ગયો. દૂતે આવીને સમાચાર આપ્યા કે, “વર્ષોની સમાપ્તિ પર્યન્ત પઠાણો ઓરીસાપર ચઢાઈ કરવાના નથી.” એ સમાચાર સાંભળીને રાજા નન્દકુમારદેવ થોડા દિવસ માટે નિશ્ચિત થયો. પ્રભાતકુમારને પણ હૃદયમાં ચિન્તાને સ્થળે પ્રેમને ડીવાર ઉતારો આપવાને પ્રસંગ મળે.
આકાશમાં તારકે અને ચંદ્રમા બહુધા અદશ્ય રહેતા હતા. ગંગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com