________________
૧૦૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થવાનો સંભવ હતો. પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન થાય કે કર્તવ્યવિમુખતા થાય, પણું પ્રભાતથી પોતાની પ્રિયતમાને થતું દુઃખ કેમ સાંખી શકાય? તે જગન્નાથપુરીમાં જવાનો ઉપાય શોધવા લાગ્યો.
આષાઢ માસ આવ્યો અને સર્વત્ર રથયાત્રાની ધામધૂમ મચી ગઈ છે કે પઠાણના આક્રમણની ઘણી જ ભીતિ હતી, તે પણ સહસ્ત્રાવધિ ધર્મપિપાસુ હિન્દુજનો ઉત્સાહની અતિશયતાથી ઉન્મત્ત બની ગયા. ભિન્ન ભિન્ન દેશોના યાત્રાળુઓ રથયાત્રાના દર્શન માટે આવી આવીને જગન્નાથપુરીમાં એકઠા થવા લાગ્યા. પ્રભાતે પણ એ પ્રસંગને બહુ જ યોગ્ય જાણીને મહારાજ પાસેથી પુરીમાં જવાની આજ્ઞા માગી. પ્રભાતને જવા દેવાની ઈચ્છા ન છતાં પણ રાજાએ નિમ્પાયે તેને જવાની આજ્ઞા આપી. પણ જતી વેળાએ તેને ભલામણ કરી કે, “પ્રભાતકુમાર! પાછા આવવામાં વધારે વિલંબ કરશો નહિ. તમારે સર્વકાળ એ સ્મરણ રાખવાનું છે કે, તમે પોતે ઓરીસા રાજ્યના એક વિશ્વસનીય સેનાધ્યક્ષ છે. વધારે કહેવાની હું અગત્ય જેતે નથી; કારણ કે તમે સુજ્ઞ છે.”
“મહારાજાની આજ્ઞા મને શિરસાવદ્ય છે. અગત્ય હશે, તેના કરતાં હું ત્યાં વધારે વિલંબ લગાડીશ નહિ. રથયાત્રાનું દર્શન કરીને સત્વર જ હું ” પાછો વળીશ. આપ કોઈ પણ પ્રકાર છે ચન્તા રાખશો નહિ. વિશ્વાસઘાત કરવો, એ મારો ધર્મ નથી.” પ્રભાતે નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યું અને નન્દકુમારદેવની અનુમતિથી પ્રવાસની તૈયારી કરવા માંડી. ઉષાને જોવા માટે તે ઘણે જ આતુર થઈ ગયો હતો.
પ્રભાતની તે એકલા જવાની જ ઈચ્છા હતી; પણ જે નવીન પદ તેને આપવામાં આવ્યું હતું, તે પદની પ્રતિષ્ઠા એમ કરવાથી જળવાઈ શકે નહિ; એટલા માટે રાજાની ખાસ આજ્ઞાથી શસ્ત્રાસ્ત્રથી સજ્જ થએલા બાર નવજવાન સિપાહીઓ તેના અંગરક્ષક તરીકે તેની સાથે જવાને તૈયાર થયા. પ્રભાતે એમાં કશો વાંધો લીધો નહિ. પરસ્પર નાના પ્રકારની યુદ્ધવાર્તાઓ કરતા તે સિપાહીઓ અને તેમને નવીન અધિકારી પ્રભાતકુમાર પુરીના માર્ગમાં વિચારવા લાગ્યા. વાતચીતમાં પ્રવાસનો શ્રમ વધારે જણું નહિ. ઉપામિલનની આશાએ પ્રભાતના શ્રમનો નાશ કરી નાખ્યા.
ચતુર્થ પરિચ્છેદ જગન્નાથનો પુરાતન પૈરાણિક ઇતિહાસ જે જગન્નાથપુરીના સંરક્ષણ માટે પ્રભાતકુમાર પોતાના પ્રાણુ અર્પવાને તત્પર થએલો છે અને યવન જેના નાશના ઉદ્યોગમાં મચેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com