________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વૃદ્ધ બ્રાહ્મણ છું અને તારું સૈન્ય યુવકનું હશે, એટલે મારાથી તેમની સાથે તેમના જેવી ત્વરાથી શી રીતે ચાલી શકાશે ?” ગુરુરાજે પોતાના શરીરની દુર્બળતા જોઈને કહ્યું.
એની આપે જરા પણ ચિન્તા કરવી નહિ. પઠાણેના રાજયમાં એ કયો મનુષ્ય છે કે, જે કાળાપહાડની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે ? આપને બેસવા માટે એક સારી પાલખી આપવામાં આવશે અને એથી આપ ઘણી જ ઉતાવળે ધારેલે સ્થાને પહોંચી શકશે. આપની સેવામાટે હું ખાસ હિન્દુ અનુચ આપીશ અને આપનો તંબૂ પણ જૂદો જ ઠેકાવીશ; એટલે આપ સર્વથા મુસલ્માનેથી ભિન્ન રહી શકશે. આપના મનમાં ભ્રષ્ટતાની લેશ માત્ર પણ શંકા રહેશે નહિ. એથી વધારે સગવડની જે આપને અગત્ય હશે, તો તે પણ આજ્ઞા અનુસાર કરી આપવામાં આવશે.” કાળાપહાડે એ આશ્વાસનથી પિતાની નિઃસીમ ગુરુભક્તિનો પરિચય કરાવ્યો.
“બહુ સારું. તારે ઘણું જ ઉપકાર થયો. હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું કે, તું ચિરંજીવી થાય. તારા આશ્વાસ નથી મારા હદયમાં ઘણું જ શાન્તિ થઈ છે. મારા મનમાં પણ એમ જ થયા કરે છે કે, અવશ્ય મારી આશા પૂર્ણ થશે જ.” ગુરુએ કહ્યું.
દઢ વિશ્વાસ રાખજો કે, આપની આશા અવશ્ય પૂર્ણ થશે જ. પણ હું આપને એક બીજી વાત પૂછવા માગું છું અને તે એ છે કે, આપે મારું મુખ જોઈને કહ્યું હતું કે, તારાપર એક ભયંકર આપત્તિ આવવાવાળી છે, તે ભવિષ્ય શું સત્ય હતું? એ વિશેની મારી શંકાનું કૃપા કરીને નિવારણ કરે.” કાળાપહાડે ભવિષ્ય જાણવા માટે બહુ જ નમ્રતાપૂર્વક ગુરુદેવને પ્રાર્થના કરી.
“નારે-એ વાતમાં કાંઈ પણ વધારે દમ જેવું નથી. જ્યારથી મારું મન બગડી ગયું છે, ત્યારથી મને એક જાતની એવી ટેવ જ પડી ગઈ છે કે, કોઈને પણ મુખ જોયું કે, મુખમાંથી એક બે આડી અવળી વાત નીકળી જાય છે. એ ભવિષ્યકથનમાં વિશેષ તથ્ય જેવું કાંઈ પણ નથી. હસ્તરેષાઓ જોતાં પણ સત્ય ભવિષ્ય કળી નથી શકાતું, ત્યારે મુખના અવલોકનથી તે ભવિષ્યકથન કેવી રીતે જ કરી શકાય ? ન્યાયરને એ સંશયકારક પ્રશ્નને ટાળી દેવાનો પ્રયત્ન કર્યો.
શું હસ્તરેષા જેવાથી પણ ભવિષ્યના શુભ કે અશુભ ફળનું, જ્ઞાન થઈ નથી શકતું?” કાળાપહાડે વિશેષ શંકાથી વળી પણ પૂછ્યું.
પૂરેપૂરું જ્ઞાન કદાપિ થઈ નથી શકતું. હસ્તરેષાનું અવલોકન કરીને જે અનુમાન બાંધવામાં આવે છે, તેમાંના કેટલાંક અનુમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com