________________
૯૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થઈ ગય–તેનાં નેત્રોમાંથી અશ્રુધારા પ્રવાહિત થવા લાગી. અંતે જ્યારે હદયનો ઉદ્દેગ કાંઈક શાંત થયો, ત્યારે તે ગદ્દગદ સ્વરે કહેવા લાગ્યો કે, ગુરુદેવ! હું મારાં માતાપિતાને કુળકલંક સલ્તાન છું. પ્રભાત જેવો સહે: દર છતાં પણ તેના સુખથી હું સદાને માટે વંચિત જ રહ્યો-હાય! દુર્ભાગ્ય!!”
એમાં આપણે ઉપાય નથી. મનુષ્યની ઈચ્છાથી શું થઈ શકે છે? એ સર્વ ઈશ્વરની માયા છે.” ન્યાયરને માયાવાદનો ઉલ્લેખ કર્યો.
નહિ, ગુરુદેવ! ઈશ્વરની માયા કશી પણ નથી. હું શપથપૂર્વક કહું છું કે, દેવી દેવો માત્ર કવિઓની કલ્પના વિના બીજે કોઈ પણ સત્ય પદાર્થ હેય, એમ નથી જ.” કાળાપહાડે પિતાના વિચારો વ્યક્ત કર્યા.
જ્યારે જ્યારે દુઃખનો ભાર વધી જાય છે, ત્યારે ત્યારે મારા પણ એવા જ વિચારો થઈ જાય છે. પરંતુ મૂળ તત્ત્વ શું હોવું જોઈએ, એને અદ્યાપિ હું નિશ્ચય કરી શકયો નથી.” ન્યાયરને અજ્ઞાનતાદર્શક ઉત્તર આપ્યું.
એ સર્વ વિષયોની સમીક્ષા કોઈ અન્ય અવસરે આવા જ નિર્જનસ્થાનમાં કરીશું. પરંતુ પ્રથમ એ તો જણાવે કે, મને મળવા વિના આપને અહીં આવવામાં બીજે પણ કોઈ હેતુ સમાયેલો છે ખરે કે?” કાળાપહાડે વિષયાંતર કરી નાખ્યો.
બીજો કોઈ હેતુ પણ નથી અને બીજા કાર્યમાં મારું ચિત્ત લાગતું પણ નથી. જે દિશામાં જે ક્ષણે મનની ગતિ વિચરે છે, તે વેળાએ હું પણ તે જ દિશામાં ભ્રમણ કરું છું. ઘેરથી તો કાશી જવાને વિચાર કરીને નીકળ્યો હતો, પણ માર્ગમાં તારી સ્મૃતિ થઈ આવી, એટલે અહીં ચાલ્યા આવ્યું. વચમાં વળી એમ સંભળાયું હતું કે, હું જીવતો છે, એથી એવો વિચાર થયો કે, ચાલ એકવાર તાંડામાં તે નિરંજન શોધ કરું. જે તું અહીં જ મળી જાય, તે પછી કાશી જવાની આવશ્યકતા ન રહે. તારો શેાધ લાગે, તો પછી તને સાથે લઈને ઉષાના
ધમાટે એરીસામાં જવાને મારે મનભાવ હતો.” ગુરુએ પોતાના કાર્યક્રમનું સૂચિપત્ર કહી સંભળાવ્યું.
“હું તો મો-માટે ચાલો હવે આપણે ઉષાના શેાધ માટે ઓરીસા જઈએ.” સેનાપતિએ ગુરુની ઈચ્છાને પુષ્ટિ આપી.
ભાઈ! હવે તું તે થયો એક મહાન રાજકર્મચારી. તને મારી જોડે પ્રવાસ કરવાનો અવકાશ હવે કયાંથી મળી શકે વારુ?” ન્યાયને, સંશય કર્યો.
“અવકાશ મળશે. ગભરાશો નહિ. ઓરીસા જવા માટે હું તૈયાર છું.” સેનાપતિ કાળાપહાડે નિશ્ચયપૂર્વક કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com