________________
૯૫
પરિચય “એમ બનવું સંભવિત છે. ત્યારે ત્યાં જઈને આપ તેને શોધ શામાટે નથી કરતા?” કાળાપહાડે પોતાના વિચાર પ્રમાણે સૂચના આપી. ; “શોધ કરવાની ઇચ્છા તે અતિશય છે; પણ એક જ એટલે દૂર જવાનું સાહસ હું કરી શકતો નથી. ઉષાની માતા પણ ગાંડી જેવી બની ગઈ છે. જ્યારથી ઉષા ખોવાણી છે, ત્યારથી આજસૂધી તેનાં આંસૂ સૂકાયાં નથી. ઘરમાં રહીને એ કરુણત્પાદક આદર્શ જોઈ નથી શકાતે, તેથી જ હું બહાર નીકળીને અહીં તહીં ભટક્યા કરું છું. કેવાં મારાં દુર્ભાગ્ય ! !” ન્યાયરત્ન પિતાની હૃદયપીડા દર્શાવી.
“અવશ્ય, એ યાતના બહુ જ અસહ્ય છે. જો કે મારા મનમાંથી આપણું દેશની બીજી ઘણી વાતે જતી રહી છે, તે પણ ઉષા અને પ્રભાતની મને વિસ્મૃતિ થઈ નથી શકતી. કોઈ કોઈ વાર જ્યારે ઉષાનું
સ્મરણ થઈ આવે છે, તે વેળાએ એવો જ વિચાર કર્યા કરું છું કે, ઉષા હવે મટી થઈ હશે, તે પિતાના શ્વસુરગૃહે ગઈ હશે અને પ્રભાત......”
પ્રભાત શબ્દ મુખમાંથી નીકળતાં જ સેનાપતિનો કંઠવરોધ સદનમાં શય્યા લાવીને મહાદેવને શયન કરાવવાને વિધિ. એવી રીતે પૂજાના બાવીસ વિધિ કરાય છે. શયન વેળાએ સેવક મહાદેવને ઉદ્દેશીને “પાર્વતી દેવી તમારી માર્ગ પ્રતીક્ષા કરી રહ્યાં છે. એવું એક અંતિમ વાક્ય ઉચ્ચારે છે.
ભુવનેશ્વરના મંદિરથી અલ્પ અંતરે એક વિશાળ સરોવર આવેલું છે અને તે બિન્દુસાગરના નામથી ઓળખાય છે. કારણ કે, પૃથ્વીને સર્વ પવિત્ર પ્રવાહ, સ્વર્ગનાં ઝરણે, પાતાળની નદીઓ, અમૃત અને સુરા ઇત્યાદિના બિન્દુઓનું સદા સર્વદા પતન એમાં થયા કરે છે, એવી એનાવિશે પૌરાણિક કલ્પના કરવામાં આવી છે. એ બિન્દુસાગરનું પાણી ઝાંખા લીલા રંગનું છે અને તે નાના નાના રોપાઓ અને જીવ જંતુઓથી ભરેલું છે. એ પાણીને જે એક ઘડામાં ભરીને કઈ શાન્ત સ્થળે રાખ્યું હોય, તે પણ કલાકોના કલાકે સૂધી ગતિવાળું-હાલતું જોવામાં આવે છે, અને તેના પર જે કઈ ફૂલ નાખવામાં આવે તે તે ગોળ ચકકારે ફર્યા કરે છે. આ ચમત્કારથી એ પાણીને પવિત્ર માનવામાં આવે છે અને બીજાં સર્વ પવિત્ર જળ કરતાં બિન્દુસરેવર (સાગર)નું જળ વધારે પવિત્ર મનાય છે. ગંગા, પ્રયાગ અને ગંગાસાગર આદિ સ્થળેની સાઠ વર્ષ પર્યન્ત વારંવાર યાત્રા કરવાથી જેટલા ફળની પ્રાપ્તિ થાય છે, તેટલું પુણ્ય બિન્દુસાગરમાં માત્ર એક જ વાર સ્નાન કરવાથી અને ભુવનેશ્વરનાં દર્શન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. એ પાણી પીવાથી શરીરમાં શિવસ્વરૂપને સમાવેશ થાય છે અને તે યાવચ્ચન્દ્રદિવાકર અચલ રહે છે.
એવી એનાવિશે અનેક પૌરાણિક કલ્પનાઓ છે, પણ તેમાં તથ્થાંશ જેવું કશું પણ -કેય, એમ જણાતું નથી.
એ બિન્દુસાગરના ગોળ તીરપ્રાન્તમાં પૂર્વે સાત હજાર શિવમંદિર હતાં, એવી આખ્યાચિકા સંભળાય છે. પણ અત્યારે ૫૦૦ કે ૧૦૦ થી વધારે મંદિરની સંખ્યા જવામાં આવતી નથી, અને તે પણ બિસ્માર ખંડિયેરેની હાલતમાં જ પડેલાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com