________________
પરિચય
કે
છે. - “આવા નષ્ટ સમયમાં આમ એકાએક એરીસા જવાનું કોઈપણ કારણ?” ન્યાયરને સાશંક મુદ્રાથી પ્રશ્ન કર્યો.
“કારણ એરીસાની સ્વતંત્રતાના નાશનું. જગન્નાથના મંદિરના શિખરપ્રદેશમાં થનની વિજયપતાકા ફરફરાવવા માટે અને અસંખ્ય મનુષ્ય પ્રાણીઓના શેણિતથી દક્ષિણ સમુદ્રના તીરઝાતને રંગી નાખવામાટે હું એરીસા જવાને તૈયાર થયો છું.” કાળાપહાડે શેકાવૃત્ત વદનથી એ શબ્દો ઉચ્ચાર્યા.
આ તું શું બકે છે ? જગન્નાથ આયના પવિત્ર દેવ છે અને પુરી તે એક મહા પવિત્ર તીર્થસ્થાન છે. ત્યાં આવું પૈશાચિક કૃત્ય કરાય ખરું કે?” ગુરુરાજે પિતાની ધર્મશ્રદ્ધાનું દર્શન કરાવ્યું.
ગુરુવર્ય! હું હવે મનુષ્ય નથી. હું રાક્ષસ છું હું અસુર છું. મારી એમ કરવાની અચલ પ્રતિજ્ઞા છે અને મારો વિચાર યથાર્થ છે. સમસ્ત બંગાળ દેશ અત્યારે જેવી રીતે કાળાપહાડના નામ માત્રથી જ કંપાયમાન થઈ રહ્યો છે, તેવી જ રીતે ઓરીસા પણ થોડા દિવસમાં મારા નામથી કંપવા લાગશે.” કાળાપહાડે પોતાના વિચારની દઢતા દર્શાવી.
“એ અત્યાચાર કરે તને ઉચિત નથી. જે તારાથી બની શકે, તે મારી એટલી માગણી કબૂલ રાખ.” ગુરુએ પરમાર્થ માટે શિષ્યની પ્રાર્થના કરી.
એના ઉત્તરમાં નમ્રતાપૂર્વક કાળાપહાડે કહ્યું કે, “ગુરુદેવ! જે હું આજે આપને નિરંજન હોત, તો આપની આજ્ઞાનું પાલન કરવા માટે મેં મારા પ્રાણુનું પણું બલિદાન આપી દીધું હતું. પરંતુ હવે મારા હૃદયમાં તેવા સાહસને નિવાસ નથી. અત્યારે પણ બીજું સર્વે હું આપનાં ચરણોમાં અર્પણ કરી શકું તેમ છે; કિન્તુ કાળાપહાડની જે પિશાચિક પ્રકૃતિ છે, તેને ત્યાગ મારાથી કરી શકાય. તેમ નથી. એને માટે હું નિરૂપાય છું.”
જેવી તારી ઇચ્છા. ત્યારે હવે આ વાર્તામાં વિશેષ વેળા ગાળવાથી શું લાભ ? આ સંભાષણની અહીં જ સમાપ્તિ કરવામાં આવે તો વધારે સારું. તારી એરીસા જવાની તૈયારી ક્યારેક થવાની છે ગુરુએ નિરાશ થઈને કહ્યું. - “બહુધા આવતી કાલે જ પ્રયાણ કરવું પડશે. મારી એ જ પ્રાર્થના
-કે, આપ પણ મારી સાથે ચાલો. હું ઘણું જ પરિશ્રમથી ઉષાનો શિધ કરાવીશ. જો આપની પુત્રી જીવતી હશે, તો તે અવશ્ય આપને મળશે જ.” કાળા૫હાડે કહ્યું.
તારી સાથે ચાલવું, એ જો કે બહુ જ લાભકારક છે; પણ હું એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com