________________
૯૧
પરિચય એની નિવૃત્તિ અને એના પ્રાયશ્ચિત્ત માટેના તો આર્યશાસ્ત્રમાં અનેક વિધિએ કહેલા છે. જે તે વેળાએ જ સ્વદેશમાં આવીને તેં એ પાપનું પ્રાયશ્ચિત્ત કરી નાખ્યું હોત, તો તને આજે આટલા બધા અનુતાપનો અવસર પ્રાપ્ત થયો ન હોત. હવે સંતાપ કરવો વૃથા છે-હવે તે સંતપ્ત હદયને શાંત કરવાની ચેષ્ટા કરવી, એ જ માર્ગ વધારે ઉત્તમ છે.” ગુરુએ તેના તપ્ત હૃદયનું સાંત્વન કરવાના હેતુથી શાન્ત વાકયો ઉચ્ચાર્યા.
“હવે હદય શાન્ત કયાંથી થઈ શકે? હવે તે શાંતિ મૃત્યુના અંકમાં જ મળશે? હાય! હવે કયાં છે મારું તે પવિત્ર જીવન; ક્યાં છે મારા તે આત્મીય સજજને અને ક્યાં છે તે મારા પ્રાણપ્રિય સહોદર પ્રભાત? હું મૃત છું–જીવિત નથી !!!”
આપ્તજનોની સ્મૃતિના શોકથી સેનાપતિ ઘણો જ અધીર અને શોકાતુર થઈ ગયો. એકાએક તેના શ્વાસોરફસને વ્યાપાર અવરુદ્ધ થઈ જવાથી તેનાથી જરા પણ વધારે બેલી શકાયું નહિ. અત્યંત શોકાકુલ થઈને પિતાનાં નેત્રરૂપ નમંડળમાંથી શ્રાવણ ભાદ્રપદની વરૂપ અશ્રની પ્રબળ વેગવતી ધારા વર્ષાવતો તે પોતાના ગુરુનાં ચરણકમલેમાં એક અજ્ઞાન બાળક સમાન લોટવા લાગ્યો. વારંવાર તેના મુખમાંથી મૃત્યુની કામનાને દેખાડનારા શબ્દો જ નીકળ્યા કરતા હતા. જીવન સર્વથા વિષ સમાન થઈ ગયું હોય, એમ તેની ચર્યાથી સ્પષ્ટ વ્યક્ત થતું હતું. પાપી મનુષ્યના મનની સ્થિતિ અંતે કેવી અને કેટલી બધી કષ્ટદાયિની થઈ પડે છે, એ વિશે વિચાર કરતો ન્યાયરત્ન પણ નિઃશબ્દ થઈને ઊભો રહ્યો-શેકાતિશયથી તેનાથી પણ કાંઈ બેલી શકાયું નહિ.
દ્વિતીય પરિચ્છેદ
પરિચય ગુખ્ખા ઘણા જ સમજાવવાથી કેટલીકવાર પછી કાળાપહાડનું હદય કાંઈક શાન્ત થયું અને તે પાછો કહેવા લાગ્યો, “આપ પ્રભાતના કાંઈ પણ સમાચાર આપી શકે તેમ છે કે નહિ? મારે બંધુ કયાં છે?”
“પ્રભાત ક્યાં છે અને શું કરે છે, એ વિશે હું કાંઈ પણ જાણત નથી. હું પોતે પણ ઉષાને ખાઈને આજે ચાર કે પાંચ વર્ષથી દેશ- ત્યાગી થએલો છું–મારા પોતાના મનમાં પણ શાન્તિને નિવાસ નથી. હું બહુ જ દુઃખી છું.” ગુએ પોતાની સ્થિતિનું દર્શન કરાવ્યું.
શું, ઉષા આ સંસારમાં નથી?” સેનાપતિએ બીજા જ ભાવથી પૂછ્યું. છે કે નહિ, તે તો જગદંબા જાણે. પણ મારી પાસે તો નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com