________________
કાળા પહાડની કર્મકથા
૮૯ વિતાવ્યો હતો, તેનું વર્ણન મારાથી કરી શકાય તેમ નથી. પ્રભાતના સમયે જ્યારે હું કાંઈક ચેતનમાં આવ્યો, તે વેળાએ મેં જોયું કે હું કારાગૃહમાં નથી-કેાઈ અન્ય સ્થાનમાં છું.” કાળે પહાડ વિશ્રાંતિ લેવા અટક્યો.
તે કેવી રીતે ? શું, બાદશાહે દયા કરીને તેને કારાગૃહમાંથી મુક્ત કર્યો ?” ગુરુએ ઉસુકતાને શમાવી ન શકવાથી તત્કાળ પૂછયું.
ના-ગુરુદેવ! બાદશાહે મને મુક્ત કર્યો નહતે; કિન્તુ તેની ભત્રીજી નજીનસાએ જ દયા કરીને મને મુક્તિનું દાન આપ્યું હતું. મેં જોયું કે, હું નજીરનના મહાલયના એક ભાગમાં એક કેમલ શવ્યાપર પડેલ છું અને નજીરનું મારી પાસે બેસીને મારી સેવા-સુશ્રુષા કરવામાં લીન થએલી છે. ગુરુરાજ! તે અચેતનાવસ્થામાં મારું મરણ શામાટે ન થયું, તે તે ઈશ્વર જાણે. અર્થાત પવિત્ર–મહાવિશુદ્ધ બ્રાહ્મણ કુળને લિંકિત કરવા માટે મને પુનઃ ચેતનાવસ્થા પ્રાપ્ત થઈ!” એ વાકાના ઉચ્ચાર સાથે કાળાપહાડનાં નેત્રમાંથી પુનઃ અશ્રુપ્રવાહ વહી નીકળ્યો.
શું, આ હું કાઈ અદ્દભુત રસયુક્ત નવલકથા તે નથી સાંભળત ?” ગુરુએ ઉદ્ગાર કાઢયો અને પૂછ્યું કે, “વારુ, ત્યાર પછી તારા ધર્મનો નાશ કેવી રીતે થયો ? તું ધર્મભ્રષ્ટ યવનના રૂપમાં કેવી રીતે આવ્યા ?”
સાંભળે-મારા ધર્મનો નાશ કરવાવાળી એ નજીરનું જ છે. મારી અચેતનાવસ્થામાં તેણે મને પિતાને ત્યાંનું જળ પાયું અને ભેજન પણ ખવડાવ્યું હતું. હું જ્યારે સચેત થયો, ત્યારે એ વાતને જાણી શક્યા અને જ્યારે એ વાત જાણી, ત્યારે તે ક્ષણે જ મારી એવી ભાવના થઈ ગઈ કે, આ સંસારમાં ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી, સકત્યનું ફળ મળતું નથી, સુખદુઃખનો શાસનકર્તા કોઈ પણ નથી, દેવી દેવ સર્વ પાખંડ છે, ધર્મ અસત્ય છે, કર્મ અસત્ય છે, પાપ અસત્ય છે અને પુણ્ય પણ અસત્ય છે. અર્થાત્ ધર્મની ભાવના જ મિથ્યા છે. જે દેવી દેવામાં કાંઈ પણ સત્ય હોય, તો પણ તેમને રાક્ષસપ્રકૃતિવાળાં અને મનુષ્યોનાં ઘરતમ શત્રુ જ સમજવાં જોઈએ. નહિ તે જેણે તેમનામાં દૃઢ ભક્તિ રાખી ધર્મનું પાલન અને શાસ્ત્રનો અભ્યાસ ઈત્યાદિ યથાર્થ રીતે કરેલાં હોય, તે મનુષ્યને આવું અનિષ્ટ ફળ કેમ મળે ? તેઓ સહાયતા ન કરત ?” કાળાપહાડે પોતાના ધર્મ વિશેના અવિશ્વાસને વ્યક્ત કરી દેખાડ્યો.
“વત્સ! તારી કલ્પના જો કે કેટલેક અંશે સત્ય છે અને ધર્મવાન મનુષ્યને આવું ફળ મળવું ન જોઈએ. છતાં પણ તે મળે છે, એટલા માટે જ આર્ય શાસ્ત્ર અદૃષ્ટ પર આધાર રાખે છે અને એ જ કારણથી આત્માના અમરત્વમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com