________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - જો કે તે બાદશાહની બેગમ તે નહતી, પણ હતી તે તેના જ કુટુંબની. સુલયમાનના ભાઈ તાજખાનનું નામ તે બહુધા આપે પણ સાંભળ્યું હશે. બંગાળામાં પ્રથમ વિજય એણે જ કર્યો હતો. એ નારી તેની પુત્રી હતી, અને તેનું નામ નજીરુન્નિસા હતું. બંગાળાની પ્રજા તાજખાનને બહુ જ માનતી હતી. કેટલાકનું કહેવું એમ પણ હતું કે, સુલયમાને તેને વિષ આપીને મારી નાખ્યો હતો. એવી ધારણાથી ગૌડ દેશમાંના તાજખાનના પક્ષપાતીઓએ બળવાનો પ્રયત્ન પણ કયો હતો અને એ વાતની જ્યારે સુલયમાનને ખબર પડી, ત્યારે તેણે ગૌડને છેડીને તાંડાને પિતાની રાજધાનીનું નગર બનાવ્યું. નજીરુન્નિસા વિના તાજખાનનાં બીજું કાંઈ સન્તાનો હતાં નહિ, એટલે રાજકાર્યદક્ષ સુલયમાને પોતાને શિરે લાગેલા કલંકને કાઢી નાખવાના હેતુથી નજીરનાર ઘણો જ ભાવ રાખ્યો. નજીરનની અવસ્થા છે કે તે વેળાએ બહુ મોટી નહોતી.” કાળાપહાડે વિસ્તારપૂર્વક કથાનો પ્રસંગ ચલાવ્યો.
બસ રહેવા દે. એ વાર્તા સાથે આપણે શો સંબંધ? બાદશાહના મહાલયનાં રહસ્ય જાણવાથી આપણને શું લાભ થવાનો છે ? એ પછી તારી શી દશા થઈ? તારી કર્મકથા સાંભળવાથી શાક પણ થાય છે અને કુતુહલ પણ ઉપજે છે.” ગુરુએ કહ્યું.
હું બાદશાહના મહાલયની નહિ, પણ મારી પોતાની કથા જ વર્ણવું છું. મારી અવસ્થાના પરિવર્તન સાથે એ સર્વ વાર્તાઓને બહુ જ ઘનિષ્ઠ સંબંધ સંધાયેલો છે.” કાળાપહાડે ગુરુની શંકાનું નિવારણ કરીને વાર્તાને આગળ લંબાવતાં કહ્યું કે, “જે પુષ્પવાટિકામાંના મહાલય વિશે હું કહી ગયેલ છું, તે મહાલયમાં વસનારી નારી તે બીજી કઈ નહિ, પણ નજીરુન્નિસા જ હતી. સુલયમાને તેને સ્વતંત્રતાથી રહેવા માટે એ મકાન બંધાવી આપ્યું હતું. શ્રીમદ્ભગવદ્ગીતા તો આપ જાણો છો કે, મને સમગ્ર કંઠસ્થ હતી, એટલે મારા વિપત્તિના સમયમાં હું ભીષણ ઘોષ કરીને ગીતાને પાઠ કર્યા કરતો હતો, અને મારો કંઠધ્વનિ નજીરનના મહાલયમાં સંભળાયા કરતો હતો. એ વાત પાછળથી મારા જાણવામાં આવી હતી કે, તેણે પિતાની એક વિશ્વાસુ સેવિકાદ્વારા મારા ગીતાપાઠનો હેતુ જાણું લીધો હતો અને મારી દુર્દશાનાં કારણોનું પણ સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું હતું. મારી દુર્દશાની વાર્તા સાંભળીને તેના મનમાં સ્વાભાવિક જ દયાનો ભાવ ઉત્પન્ન થયો. બે દિવસ સૂધી તે રાત્રિના સમયે આવીને મારી દુર્દશાનું નજરોનજર નિરીક્ષણ કરી ગઈ–થે દિવસે સુધા અને પિપાસાની પીડાથી તથા દાસણ માનસિક દુઃખથી મૂચ્છિત થઈને હું અચેતનાવસ્થામાં પડ્યો હતે-તે આખો દિવસ મેં કેવા દુઃખમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com