________________
૮૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વામાં આવ્યો નહિ. મારી પ્રાર્થના કોઈએ પણ લક્ષ રાખીને સાંભળી નહિ. અરણ્યરદન સમાન મારી વિનતિનું પરિણામ થયું.” કાળાપહાડે પોતાની કર્મ કથાને આગળ લંબાવો.
“એ તે ઘણું જ આશ્ચર્યકારક વાર્તા કહેવાય. ત્યારે તે તને ઘણી જ કઠિનતા સહેવી પડી હશે. કાજીઓ આવી રીતે જ અત્યાચાર કરે છે કે? ત્યારે તે બાદશાહ સાથે તારો મેળાપ કેવી રીતે થયો ?” ન્યાયને બહુ જ આશ્ચર્યના ભાવથી એ પ્રશ્ન પૂછ્યો.
એક દિવસે આમદબર ભરવામાં આવ્યો. દબંરેઆમમાં, ધનવાન અમીર અને કંગાલ ગરીબ સર્વ એક સરખી રીતે જઈ શકે છે. સાધારણુ લેકની એના વિશે એવી ધારણું છે કે, એ દબરમાં બાદશાહ પોતે પ્રજા પર થએલા અત્યાચારને ન્યાય કરે છે; પરંતુ મારા અનુભવે એથી સર્વથા વિપરીત રીતિનું જ દર્શન કર્યું. હું પણ ભ્રમમાં પડીને શાહના એ દર્બારમાં ગયે, પરંતુ એવો એક પણ અધિકારી ત્યાં જોવામાં આવ્યો નહિ કે, જે મારી પ્રાર્થના બાદશાહના કર્ણપર્યન્ત પહોંચાડે. અંતે બીજો કોઈ પણ ઉપાય ન હોવાથી હું પોતે જ પોકાર કરતો બાદશાહ સમક્ષ જઈ પહોંચ્યો. પણ દુર્ભાગ્યવશતાથી હું તેની વિષવતી દષ્ટિને ભેગ થઈ પડ્યો.” કાળાપહાડે એમ કહીને એક દીર્ધ નિઃશ્વાસ નાખે." - 2
વિષવતી દષ્ટિને ભેગ શામાટે થયો? તે કોઈ પણ પ્રકારના અપરાધ તે કર્યો નહોતો જ. વિના અપરાધે વક્રદષ્ટિ” ભેળા ન્યાયરને નિર્દોષ ઉદ્ગાર કાઢ્યા.
વિના અપરાધે નહિ, પણ દૈવના કેપથી. અગ્રદીપના તે જ અત્યાચારી કાછનો એક સંબંધી દબંરમાં ઉપસ્થિત હતો અને તે બાદશાહનો બહુ જ પ્રિયપાત્ર હતો. તેણે અરબી ભાષામાં બાદશાહને કાંઈક એવી વાત સમજાવી દીધી કે, બાદશાહ મારા તરફ લાલ આંખે કરીને જોવા લાગ્યો અને કહેવા માંડ્યો કે-“અરે કાફિર ! હું સારી રીતે જાણું છું કે, પાટલીમાં થએલા વિદ્રોહને મૂળ હેતુ તું જ છે.” એનું મે વિનીતભાવથી ઉત્તર આપ્યું કે, “જહાંપનાહહું એક ગરીબ બ્રાહ્મણ છું–વિદ્રોહ કરવાનું સામર્થ્ય મારામાં કયાંથી હોઈ શકે? કાજી સાહેબે સર્વમંગલાદેવીના મંદિર સમીપ ગેહત્યા કરવાને પ્રયત્ન કર્યો અને મેં તેમને તેમ કરતા અટકાવ્યા, એટલી જ બીના બનેલી છે. એના પ્રત્યુત્તરમાં બાદશાહ રુક્ષ સ્વરથી બોલ્યા કે, “મુસલ્માનોના રાજ્યમાં મુસલ્માને અવશ્ય ગેહત્યા કરશે, તેને અટકાવવાવાળે તું કોણ? તને અટકાવવાની શી સત્તા છે?” ગુરુદેવ! એ શબ્દો સાંભળતાં જ મારું બૈર્ય જતું રહ્યું અને મેં કહ્યું કે, હુજૂર! મુસદ્ભાનો દેશના રાજા છે ખરા, પણ આર્યધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com