________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય અતિશયોક્તિ કરી કહેવાશે નહિ. જેનામાં મનુષ્યનો પ્રેમ હેય, એવી કઈ પણ પ્રેમભાગી વ્યક્તિ હોવા વિના કોઈ પણ વિષયનો ઉપભેગ મનુષ્યથી યથાર્થ રીતે લઈ શકાતું નથી. જે કોઈ મનુષ્ય એકલો હોય, તો ભવિષ્યમાં કાઇનામાં પણ પ્રેમ રાખવાના હેતુથી જ તે પોતાનાં સુખ સાધનેને સંભાળી રાખે છે. પોતે મહાન હોય કે લઘુ હોય અથવા દીન હોય કે શ્રીમાન હોય, તથાપિ મનુષ્ય કોઈ એક વ્યક્તિમાં તે સ્નેહ રાખે છે જ. બાલ્યાવસ્થામાં તેના પ્રેમનું સ્થાન માતા પિતા આદિ હોય છે; તારુણ્યમાં તે પ્રેમનું પર્યવસાન ભાર્યામાં થાય છે, વૃદ્ધાપકાળમાં પુત્રપુત્રીમાં તે પ્રેમ વિરામે છે અને ભગિની, બંધુ અને આપ્તવર્ગમાં તો સદૈવ પ્રેમ હોય છે જ. પરંતુ સર્વ કરતાં દાંપત્ય પ્રેમને મહિમા વિશેષ છે. એ વિશે બાયરન કવિએ પોતાના એક કાવ્યમાં પ્રેમીના આવા ઉગારો આપેલા છે;
સુન્દર કેમલ રતિદા, પ્રિયા માત્ર જે હાય સદા પાસ; પછી ભલેને થાત, ત્વરિત ભયંકર અરણ્યમાં વાસ. ત્યાં નિવાસ કરિ મનને, વિસ્મૃતિ માનવજાતીની થાઓ; પ્રિયા સુસંગતિ સુખથી, વિરભાવને નાશ થઈ જાઓ.”
અર્થાત મનુષ્ય જાતિના નિસગિક સ્વભાવને અનુસરીને પિતાના તારુણ્યમાં પ્રભાતે ઉષાને પોતાના પ્રેમનું અધિષ્ઠાન બનાવી હોય, તો તેમાં તેને આપણે દેલવાન ગણી શકીશું નહિ. પ્રકૃતિને ગુણ જ એવો છે. અસ્તુ. - ઉષા મહા દુઃખિની છે. તે અદ્યાપિ મુગ્ધા બાળા છે. જે તેની સાથે કાઈ સ્નેહવાર્તા કરે છે, તો તેનું હૃદય પીગળી જાય છે, પોતાનાં માતાપિતા વિના તેને બીજી કોઈ વ્યક્તિમાં આટલો બધો સ્નેહ અત્યાર સૂધી જોવામાં આવ્યું નહતો. અજ્ઞાત ભાવથી તેના કોમળ હસ્તે સાડી તળેથી બહાર નીકળીને પ્રભાત સમક્ષ આવીને અવરુદ્ધ થઈ ગયા.
પ્રણયી પ્રભાતે પ્રણયના ચિહ્ન સ્વરૂપ તે માળા, અમૂલ્ય રત્નની માળા પ્રમાણે પ્રણયની ઉષાના ગળામાં પહેરાવી દીધી અને મૃદુતાથી તેના કેમલ પોલમાં પ્રેમપૂર્વક એકવાર ચુમ્બન કર્યું. વૃક્ષપણેની ફાટમાંથી ઝાંખી ઝાંખીને જોતા આકાશસ્થ તારકે વિના બીજું કોઈપણ એ પ્રણયઘટનાનું નિરીક્ષણ કરી શકયું નહિ. 1. ચક્રધરની સ્ત્રી અને ભગિની આવી પહોંચી-ઉષાને લઈને તેઓ ચાલવા લાગી. પ્રણયપિપાસુ પ્રભાત હસ્તિનીસમાન ચાલતી ઉષાને જે તે વટવૃક્ષ તળે જ અચેતન મનુષ્ય સમાન એક ધ્યાનથી ઉભો રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com