________________
૮૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પરંતુ પ્રથમ પ્રયત્ન તેના મુખમાંથી શબ્દ બહાર નીકળી શક્યો નહિ– શબ્દ કંઠમાં આવીને અટકી ગયો. અતિ મૃદુ અને કંપિત સ્વરથી તેને માત્ર એટલો જ ધ્વનિ થયો કે, “નહિ!” એને કશે અર્થ નહોત? અને એમાં કાંઈ પણ મર્મને સમાવેશ પણ હતો નહિ. તેમ જ એ શબ્દનો આગળ પાછળના કેાઈ વાક્ય સાથે પણ કોઈ પ્રકારને સંબંધ સંધાયેલ નહોતો. ઉષા પોતે પણ સમજી ન શકી, કે તેણે પોતે શું કહ્યું! માત્ર કંપિત કંઠમાંથી “નહિ"ને ધ્વનિ થઈને પુનઃ શાંતિ-નિઃસ્તબ્ધતા વ્યાપી ગઈ.
પ્રભાત સમક્ષ ઉષાએ એટલા શબ્દો ઉચ્ચાર પણ પ્રથમવાર જ કર્યો હતે. માટે પ્રભાતને એ “નહિ”ના બદલામાં કેઈ જે સમસ્ત જગતનું આધિપત્ય પણ આપી દેત, તો તેને તે સ્વીકાર કરતા કે નહિ? એ એક પ્રશ્ન જ રહી જાય છે. પ્રભાતનાં કર્ણોદ્વારા ઉષાના કંઠરૂપી વીણાધ્વનિએ તેના હૃદયમાં પ્રવેશ કર્યો, અને ત્યાં તે અમૃતનું સિચન કરવા લાગ્યો. પ્રભાતે વ્યગ્રતાથી પૂછયું, “ઉષે ! એ “નહિ ને શે ભાવાર્થ ?”
પુનઃ ઉષા બોલી શકી કે? ના, તેનાથી એનું ઉત્તર આપી શકાયું નહિ.
ઉષે! હું નથી કહી શકતે કે, અહીંથી જવા પહેલાં પાછો હું તને મળી શકીશ. વળી હું એ પણ જાણ નહોતે કે, મારા સમક્ષ ઊભી રહીને તું “નહિ શબ્દથી પોતાના મનને ભાવ વ્યક્ત કરી. જે એ હું પ્રથમથી જાણતો હોત, તો જગન્નાથ સમક્ષ લડવાની પ્રતિજ્ઞા કરત નહિ. હવે નિમ્પાય છું.” પ્રભાતે પોતાની સ્થિતિનું દર્શન કરાવ્યું.
ઉષા કશું પણ બોલી શકી નહિ. તેનું કેમલ હૃદય કંપવા લાગ્યું. પ્રભાત ! આમાં તું ઉષાને દેષ માનીશ નહિ-તારા સન્મુખ એના મુખમાંથી શબ્દ જ નથી નીકળતું, ત્યાં એનો શો ઉપાય ? તું પોતાના મનના ભાવે ભલે એને જવી દે એ ભાવે જાણવાથી ઉષા પિતાને સ્વર્ગની સુન્દરી સમજશે, પણ તારા પ્રશ્નોના ઉત્તર આપવાની એનામાં શક્તિ નથી. ઉષાથી કાંઈ પણ બોલી શકાયું નહિ. તે તો પ્રથમ પ્રમાણે જ મૌન્ય ધારીને જેમની તેમ નિરુત્તર થઈને જ ઉભી રહી.
પ્રભાતનાં હદયદ્વાર ઉઘડી ગયાં. તે પાછો કહેવા લાગ્યો, “ઉષે! મને મારા જીવનને જરા પણ મેહ હતો નહિ. હું તે અહીં એક પ્રવાસીના રૂપમાં જ આવ્યું હતું. પરંતુ જ્યારથી મેં તારા મુખનું. દર્શન કર્યું છે, ત્યારથી મારું જીવન નવીન થઈ ગયું છે. આ ક્ષણે મારા મનમાં અનેક નૂતન આશાઓ નૃત્ય કરી રહેલી છે. આજે જ મ સહસાવધિ ઉકલવાસીઓ સમક્ષ એવી પ્રતિજ્ઞા કરેલી છે કે, જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com