________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ભગિની અને ત્રીજી તરુણી તે દુખિની ઉષા જ હતી. વાયુની એક મન્દ અને મૃદુ લહરી ઉષાના શિરોભાગને અથડાઈને પ્રવાહિત થઈ ગઈ . અને તેણે પ્રભાતના શરીરમાં આઘાત કર્યો. એ વાયુલહરીના સ્પથી પ્રભાતનું જીવન અમૃતમય થયું કે નહિ ? એ પ્રશ્નનું ઉત્તર કોણ આપી શકે તેમ છે ? સ્નેહી વિના બીજા કાઈથી એનું ઉત્તર અપાય તેમ નથી.
જેટલા દિવસ પ્રભાતકુમાર એક વિદેશીય યાત્રાળુ તરીકે ઓળખાતે હતો, તેટલા દિવસ ચક્રધર મિશ્રના ઘરની કઈ પણ સ્ત્રી તેના સમીપમાં આવતી નહોતી. એક અપરિચિત વ્યક્તિ સાથે જેટલી અને જેવી મર્યાદાથી વર્તવું જોઈએ, તેટલી અને તેવી મર્યાદાથી જ તેઓ પ્રભાત સાથે વર્તતી હતી. પરંતુ જ્યારથી તેમણે એમ સાંભળ્યું કે, પ્રભાત માત્ર યાત્રાળુ અતિથિ જ નથી, કિન્તુ ઓરીસાની વિપત્તિના દિવસોમાં તે પોતાના પ્રાણનું બલિદાન આપવાને આવેલો છે, ત્યારથી પ્રભાતને પોતાનો હિતચિન્તક અને શુભકર્તા ધારીને તેમણે તેની લજજાને ત્યાગ કર્યો હતો. તેઓ પ્રભાતને પોતાના પુત્ર હોય, તેવી રીતે સ્નેહથી જોતી હતી, તેને ઈશ્વર સમાન પૂજતી હતી, અને કાયા વાચા તથા મનથી, તેની કુશલકામના ઈચ્છતી હતી. આજે તેમણે જગન્નાથ સમક્ષ જેવી રીતે પિતાના આત્મીય સજજનોની કુશળકામના ઈચ્છી હતી, તેવી જ રીતે પ્રભાતની કુશળકામના પણ ઈચ્છી હતી. વિપત્તિની વેળામાં જે અગ્રભાગે આવીને ઊભે રહે, તેની કુશળકામના કેણ ન ઈચ્છે વાર ?
ચક્રધર મિશ્રની ભગિની પ્રભાત પાસે આવીને ઊભી રહી અને કહેવા લાગી કે, “પ્રભાતકુમાર ! તમને ઘણીવાર ખોટી રહેવું પડ્યું છે, તોપણ હજી થોડીવાર વધારે રોકાવું પડશે. કારણ કે, અદ્યાપિ અમે પૂરાં દર્શન કરી નથી શક્યાં. મંદિરમાં ઘણી જ ભીડ છે અને એવી ભીડમાં ઉષાને સાથે લઈ જવી, એ ઘણું જ જોખમ ભરેલું છે. એટલા માટે ઉષાને હું તમારી પાસે મૂકવાને આવેલી છું. ઉષે ! તું થોડીવાર અહીં જ ઉભી રહે. હું દર્શન કરીને હમણાં જ પાછી આવતી રહું છું. પ્રભાત ! એને સંભાળજો.”
પ્રભાતના ઉત્તરની વાટ ન જોતાં બન્ને પ્રૌઢા સ્ત્રીઓ મન્દિર પ્રતિ ચાલી ગઈ. ઉષા તે જ વટવૃક્ષતળે પ્રભાત પાસે ઊભી રહી. નવીન અનુરાગી પ્રભાત અને નવીન અનુરાગિણી ઉષાને નિહાળીને આકાશ હસવા લાગ્યું; વૃક્ષ પર જે ચન્દ્રિકા ચમકતી હતી, તે વિશેષ ચમકવા લાગી અને નભે મંડળના તારકોએ પોતપોતામાં વાતો કરવા માંડી. પ્રભાતે આવાહન કર્યું. “ઉષે!” ઉષાના ક્ષુદ્ર હૃદયમાં અલૌકિક રીતિથી એને પ્રતિધ્વનિ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com