________________
ચુમ્બન
૮૧
""
જો કે કેાઈ એક અશરીર વ તે રાત દિવસ એ બન્નેના કાનમાં કહ્યા કરતા હતા કે, “ ઉષા પ્રભાતની છે અને પ્રભાત ઉષાના છે. ” તાપણુ આ સમયે એ બન્ને પ્રેમીજનેા મન ખેાલીને પરસ્પર વાર્તાલાપ કરવાનું સાહસ કરી શકયાં નહિ. નેત્રાવડે તે બહુ વાર વાતા થઈ ગઈ છે, ત્યારે મુખમાંથી શબ્દના ઉચ્ચાર કેમ નહિ નીકળતા હાય વારુ? તે તે પરમાત્મા જાણે. ઉષાનું સુન્દર મુખ—ચંદ્રમાની ચંદ્રિકાના પ્રકાશમિશ્રણથી દ્વિગુણિત તેજસ્વી થએલું પૃથ્વીને નિહાળતું નીચું નમી ગયું. વધારે નિકટમાં આવીને પ્રભાતે પુનઃ આવાહનસૂચક શબ્દને ઉચ્ચાર કરતાં કહ્યું કે, “ ઉષે ! ”
ઉષાએ કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. તે, ઉત્તર શું આપવું, એના વિચારમાં પડી ગઈ. પ્રભાત એવી વિચારણામાં પડ્યો કે, “ એવે તે અને શેા પ્રશ્ન પૂછું કે, જેનું એ ઉત્તર આપે? ’’ પ્રભાત ! અત્યારે તું ઉષાને કાંઈ પણ પૂછીશ નહિ. માત્ર એનામાં અનુરાગ રાખ અને એના વિશેની પ્રીતિને વધારતા રહે. એ તારી દાસી થઈ રહેશે. તારા વિના એનું આ બહુરંગી જગતમાં ખીજું કાઈ પણ નથી. માટે નિશ્ચિંત થા અને ધૈર્ય ધર.
પ્રભાતકુમાર કિંચિન્માત્ર પણ ધૈર્ય ધારી શક્યા નહિ. તે ધણા જ અધૈર્યથી કહેવા લાગ્યા કે, ઉષે હૃદયહારિણી ઉધે! હું આવતી કાલે તે। અહીંથી ચાટ્યા જવાના છું અને એ ગમન કદાચિત્ સદાને માટેનું પણ થઈ જાય. મહુધા હવે ખીજીવાર હું તને મળી શકીશ નહિ. આ વેળાએ ક્ષણ એ ક્ષણને માટે લજ્જાને રજા આપી દેવામાં આવે, તા વધારે સારું; પછી તેા જેવી તારી ઇચ્છા.”
ઉષા નિરુત્તર જ રહી. પરન્તુ ઉત્સાહી પ્રભાતે પેાતાની પ્રાર્થનાને પૂર્ણ કરી નહિ. તે પુનઃ કહેવા લાગ્યા, મેં તને સાથે લઈને દેશમાં જવાના વિચાર કર્યાં હતા, એટલામાં ભયંકર યુદ્ધની છાયા સન્મુખ પ્રસરેલી જેવામાં આવી. બે યુદ્ધમાં મારા દેહાંત થઈ જશે, તા મારી એ આશા મનમાંની મનમાં જ રહી જશે.”
હવે ઉષાથી પણ ખેાલ્યા વિના રહી શકાયું નહિ. ઉષા અદ્યાપિ સત્ અને અસત્ કર્શાવ્ય–સારાસારના વિવેકથી અજ્ઞાત હતી. જગતમાંના એક અપરિચિત વ્યક્તિના હસ્તમાં તેણે પાતાનું ક્ષુદ્ર મન સોંપી દીધું હતું અને તે વ્યક્તિને યુદ્ધમાં જતા જોઈને તેના મનનાં આશ્ચર્ય અને ભયના મિશ્રિત ભાવ ઉત્પન્ન થયેા. પ્રિયપાત્રના મરણ પ્રસંગને એક નિર્દોષ ખાળા કેમ સહન કરી શકે વારુ? બહુ જ વિચાર અને દીર્ધદૃષ્ટિ કરીને અત્યંત લજ્જાપૂર્વક તેણે એક વાત કહેવાની ઇચ્છા કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com