________________
ચુમ્બન
દેહમાં પ્રાણ રહેશે, ત્યાં સુધી હું યવના સાથે લડીશ. ઉષે! આવતી કાલે પ્રભાતમાં તે હું જહાજપુર ચાહ્યા જવાના છું. બે તું આવવાનું કહીશ, તે પાછે! આવીશ અને નહિ તેા.........
.
૮૩
એટલું કહીને પ્રભાત પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરવા લાગ્યા. પરંતુ ઉધા કાંઈ પણ ખાલી નહિ. પ્રભાતના મનના આવેગ વધારે વધવા લાગ્યા. તે પેાતાના મનમાં જ કહેવા લાગ્યા, “ઉષે! તું કહે કે ન કહે, પણ હું તેા એકવાર પાછે! તારી પાસે આવીશ જ અને તે વેળાએ મારા મનની ગુપ્ત વાર્તા તને કહી સંભળાવીશ. તે દિવસે એ મારા પ્રશ્નનું ઉત્તર તું અવશ્ય આપશે જ.” એમ વિચારીને પાછે તે ઉષાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, ઉષે ! હું દરરેાજ તારા વૃત્તાંત જાણવાના પ્રયત્ના કર્યા કરું છું, પણ તું તે કાંઈ ઉત્તર જ નથી આપતી. જે કશા વાંધા ન હાય, તે મને તારાં માતાપિતાનાં નામેાથી પરિચિત કર. હું તેમને શેોધ કરીશ. નવદ્વીપથી મારું નિવાસસ્થાન વધારે દૂર નથી, માટે હું તેમના કાંઈ પણ પત્તો મેળવી શકીશ, એવેા બહુધા સંભવ છે. મેાલ-કહી દે.”
ઉષા પાષાણપ્રતિમા પ્રમાણે નિઃશબ્દ જ રહી. પરંતુ તેનાં કમલ સમાન નેત્રામાંથી અશ્રુની ધારાનું વહન થવા લાગ્યું. શું પ્રભાતે તેવી અશ્રુધારા જોઈ ? અશ્રુધારાથી ભીંજાયલા ઉષાના કપાલ ભાગનું પ્રભાત અવલેાકન કરી શકયા ? તે પ્રભાત એ અશ્રુધારાને કાંઈ પણ પૂછત, તે તે તેને સર્વ પ્રશ્નોનાં ઉત્તરે આપી દેત. કારણ કે, નેત્રાની નીરધારામાં નીરવતાથી (નિઃશબ્દતાથી) વહન કરવાના અને હૃદયની વેદનાને પ્રકટ કરવાના અદ્વિતીય ગુણ સમાયલા હેાય છે. આ વેળાએ ઘણીવાર સુધી પ્રભાત ઉત્તરની વાટ નેતા ઊભા રહ્યો. પણ નામને માટે પણ ઉત્તર મળ્યું નહિ. અંતે હતાશ થઈને તે ભગ્ન સ્વરથી ખેાયેા કે, ઉષે! તું ખેાલ કે ન મેટલ, પણ મારા એક અપરાધની તારે ક્ષમા આપવી પડશે. કાલે હું અહીંથી ચાલ્યા જઇશ. માટે આ માળા કે જે ગઈ કાલે મને યુદ્ધના વરણમાં મળી હતી, તે આજે હું તારા ગળામાં પહેરાવી જાઉં છું. જે વેળાએ મારી છાયા પણ તારા જોવામાં ન આવે અને જે વેળાએ આપણે એક બીજાથી ચિરકાલને માટે વિદ્યુત થઈ જઇએ, તે વેળાએ આ માળાને તું જલપ્રવાહમાં વહેવડાવી દેજે.” એમ કહીને તેણે પેાતાના ગળામાંથી માળા ઉતારીને હસ્તમાં ધરી રાખી. તેનાથી પણ હવે વધારે મેલી શકાયું નહિ. પ્રેમી પ્રભાતનાં નેત્રામાંથી પણ પ્રેમાશ્રુનું પતન થવા લાગ્યું. તે એક ધ્યાનથી ઉષાના નિષ્કલંક મુખનું અવલાન કરવામાં લીન–સર્વથા નિમગ્ન થઈ ગયા.
પ્રેમ, એ જ મનુષ્ય જન્મના સાર છે, એમ કહેવામાં કાંઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com