________________
કાળા પહાડના કમકથા તૃતીય ખડ
પ્રથમ પરિચ્છેદ
કાળાપહાડની કર્મસ્થા સેનાપતિ કાળેપહાડ અને ન્યાયરલજી ઉભય ત્યાંથી ચાલતા પ્રમોદકાનનમાં આવ્યા અને ત્યાં પાષાણના ચબૂતરાપર બેસી ગયા. સેનાપતિનાં તેમાંથી વહેતે અશ્રુપ્રવાહ અદ્યાપિ બંધ થયો નહોતો. થોડીવાર પછી એક ઉશ્વાસ નાખી, પોતાની જેબમાંથી એક માલ કાઢી તેવડે ને લૂછીને તે ગુરુને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “ગુરૂમહારાજ ! લોકોમાં મારા વિષે જે જે અફવાઓ ઉડેલી છે, તે બધી જૂઠી છે. એક મુસભાન માનિનીના સૌન્દર્યમાં વિમુગ્ધ થઇને મુસલ્માન થયો નથી. અગ્રદીપના કાજીને અને મારો ઝઘડો શા કાણુથી થયો હતો, તે તે આપ જાણે જ છે. તે કાજી અને અહીંના એક કાનૂનગોના કાવત્રાંથી જ મારો સર્વ પ્રકારે નાશ થયો છે. તે વેળાએ તમે બધાએ મળીને તડે જઈ બાદશાહના દબરમાં ન્યાય મેળવવામાટે પ્રાર્થના કરવાનો મને ઉપદેશ આપ્યો હતો, એ તે આપના સ્મરણમાં હશે જ.”
હા-એ ઉપદેશ અમે બધાએ આપ્યો હતો ખરે અને એથી શુભ પરિણામની આશા પણ હતી. એથી આવું વિપરીત પરિણામ આવશે, એવી કોઈના મસ્તિષ્કમાં ક૯૫ના માત્ર પણ કયાં હતી? તે વેળાએ તારી જન્મકુંડળીનું ફળ પણ અશુભ નહોતું. અગિયારમો બૃહસ્પતિ હતો, તે કાંઈ જે તે લાભદાયક ન કહેવાય.” ન્યાયરને પોતાના પુરાણા તત્વજ્ઞાનનું ભાન કરાવ્યું.
- “જી–હા. હું એ અગિયારમાં બહસ્પતિનું ફળ ભોગવવામાટે જ તાડામાં આવ્યો હતો. આવતાં જ કેટલાંક વિનિ થવા માંડ્યાં હતાં, પણ મેં તે વિનાને વિશેષતઃ લક્ષમાં લીધાં નહિ. મુસલમાન રાજાઓના દમ્બરમાં ન્યાય મેળવવામાટે પ્રાર્થના કરવાનું કાર્ય કેટલું બધું કઠિન અને અસાધ્ય હોય છે, એ જેમણે એનો અનુભવ કર્યો હોય, તે મનુષ્ય જ માત્ર જાણી શકે છે. બીજાઓ એ અસાધતાને જાણી શકતા નથી. તાંડામાં હું એક માસ સુધી પડ્યો રહ્યો. પરંતુ કોઈ પણ રીતે બાદ-શાહનાં દર્શન થવા પામ્યાં નહિ. માત્ર મોટા મોટા રાજકર્મચારીઓની પ્રાર્થના અને ઉપાસના કરતાં કરતાં જ એક મહિનો વીતી ગયો. વળી એમાં આશ્ચર્યની વાત તો એ હતી કે, જેટલા અધિકારીઓ મળ્યા, તેટલા સર્વ ધનના લોભી જ મળ્યા. એક પણ દયાવાન અધિકારી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com