________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એમાં તે કશે પણ સંશય નથી કે, મનુષ્યને પોતાનાં પૂર્વજન્મનું ફળ આ જન્મમાં જ ભેગવવું પડે છે. જો એમ ન હોય તો જે કર્મનું જેવું ફળ મળવું જોઈએ, તેવું ફળ ન મળતાં તેમાં વિપરીતતા શામાટે ? થાય ? અવશ્ય તે તારા પૂર્વજન્મમાં કાઈ ઘોર પાપ કર્યું હશે અને તેનું ફળ જ તને ભેગવવું પડ્યું છે. અસ્તુ. ત્યારે તો એ જ નજીરનું સાથે તારે વિવાહ સંબંધ પણ થયો હશે, કેમ નહિ?” ગુરુએ ધર્મ વિશેના પિતાના વિચારો દર્શાવીને પછી પ્રશ્ન કયો.
“હવે તો એને વિવાહના નામથી જ આપણે ઓળખીશું. જાતિને નાશ થયો, હું ધર્મભ્રષ્ટ થયો અને કમને પ્રભાવ પણું ચાલ્યા ગયે, ત્યારે એવી દશામાં એ નજરનો ત્યાગ કરવાથી શો લાભ થઈ શકે એમ હતું? જો એવી સ્થિતિમાં પાછો હું દેશમાં આવ્યો હોત, તે સમાજવાળાઓએ મારે સ્વીકાર કર્યો હોત ખરે કે ? નજીગ્ન મારી સાથે વિવાહ સંબંધ કરવાની ઈચ્છા રાખે છે, એ વાત બાદશાહે પણ જાણી અને ભત્રીજીને સંતુષ્ટ રાખવાના હેતુથી એ કાર્યમાં તેણે તત્કાળ પિતાની અનુમતિ આપી. હું યવનધર્મવિધિથી મુસલમાન થયે, નજીરન સાથે વિવાહ સંબંધ ક્યો ને શાસ્ત્રોને ત્યજીને આ શાને સ્વીકાર
ય. કલ્પિત-કેવળ કપોલકલ્પિત દેવી દેવોની પાષાણુની પ્રતિમાઓના , વિવંસ માટે મારી તલ્હાર સદા સર્વદા મ્યાનથી બહાર જ નીકળેલી રહેવા લાગી ” આ વાક્યો ઉચ્ચારતી વેળાએ કાળાપહાડની મુખમુદ્રામાં કિંચિત કાપની છટા છવાયેલી જોવામાં આવતી હતી.
હશે, પરંતુ બાદશાહની ભત્રીજી હઠથી તારી સાથે વિવાહ કરવાને તૈયાર થઈ, એનું શું કારણ? તું એક વિધમ મનુષ્ય છે, એ વાતને તો તે જાણતી હોવી જ જોઈએ.” વાયરને જરાએ જરા બાબત જાણવાનો પ્રયત્ન કર્યો.
વિધમી છું, એ છે તે જાણતી હતી જ. પરંતુ રૂપનો મોહ મનની સંપૂર્ણ વૃત્તિઓને પરાસ્ત કરી નાખે છે. શકુન્તલા અને દમયતી આદિ નાયિકાઓ વિશે વિચાર કરવાથી એ વાર્તાને આપ સારી રીતે સમજી શકશે. મારી પાપમયી કથાનું આપને કેટલુંક વર્ણન કરી સંભળાવું! તે દિવસથી મારા મનમાં જે નરકાગ્નિ પ્રજળી રહ્યો છે, તે આ જીવનના સમયમાં તે શાન્ત થવાને નથી જ!! પાપ-પાપ-અનન્ત પાપસમુદ્રમાં હું નિશદિન તર્યા કરું છું.” કાળાપહાડે મનઃસંતાપ જણાવ્યો. .
દુઃખકારક વાર્તા છે તે એ જ છે. પાપશુન્ય હૃદયમાં પાપની છાયા પડતાં જ તેમાં અનુતાપ ઉત્પન્ન થાય છે અને તે નિશિદિન તેને ગળવા માંડે છે. પરંતુ તે આ પાપ જાણી જોઈને કર્યું નથી, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com