________________
૭૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ઊભા રહી સેનાપતિની પદવીને સ્વીકાર કરીને આ વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ સ્વરૂપ આ માળાનું ગ્રહણ કરશે.”
એમ કહીને હલાયુધ મિશ્ર એક પુષ્પમાળા હાથમાં લઈને પ્રભાતકુમાર સમક્ષ ઊભે રહ્યો. સેકડો જનોનો એ માળામાં અને પ્રભાતના સુખમાં દષ્ટિપાત થવા લાગ્યો. એક સર્વથા અપરિચિત જનમંડળ સમક્ષ આવી રીતે અપૂર્વ વિરચિત ગૌરવની પ્રાપ્તિ થવાથી પ્રભાતનું હદય આનન્દથી ઉભરાઈ ગયું અને હૃદયના વેગને અવરોધ ન થઈ શકવાથી તે એકાએક પોતાના આસન પરથી ઊડ્યો અને હલાયુધ તથા સર્વ સભાજનોને ઉદ્દેશીને ગંભીર સ્વર અને ગંભીર મુખમુદ્રા કરીને બોલવા લાગ્યું કે, “મિશ્રછ! અને સમસ્ત આર્યબંધુઓ! આજ આપ સર્વજનો સમક્ષ હું જગન્નાથના નામનો ઉચ્ચાર કરીને પ્રતિજ્ઞા કરું છું કે, જ્યાં સુધી મારા હસ્તામાં શસ્ત્ર ધારણ કરવાની શક્તિ રહેશે, ત્યાં સુધી હું સત્ય નિષ્ઠાથી શત્રુઓના સર્વસ્વ નાશનો પ્રયત્ન કરીશ. યુદ્ધથી વિમુખ થઈશ નહિ અને સમરભૂમિમાંથી પલાયન કરવાનો પ્રયત્ન નહિ કરું. આ તીર્થસ્થાનની પવિત્રતાના રક્ષણમાટે આજથી હું મારું જીવન કૃષ્ણાર્પણ કરું છું અને અંતઃકરણપૂર્વક એક યાચના કરું છું કે, તમે બધા મને મારા કાર્યમાં. પિતાથી બની શકતી સર્વ પ્રકારની સહાયતા આપતા રહેશે.” અહીં પ્રભાતે પિતાના ભાષણની પૂર્ણતા કરી, એટલે હલાયુધ મિશ્ર પુનઃ ઊભે થયે અને કહેવા લાગ્યો કે, “આ કુસુમમાળા હું પ્રભાતના ગળામાં આરાયું છું ઈશ્વર એના ઉત્સાહની વૃદ્ધિ કરે !” એમ કહીને તેણે માળા પ્રભાતના ગળામાં પહેરાવી. ચતુર્દિશાએ આનન્દધ્વનિ પ્રસરી ગયું અને “જગન્નાથનો જય.” એ ગગનભેદક વાક્યને સહસ્ત્રાવધિ મુખથી ઉચ્ચાર થવા લાગ્યો.
એટલામાં સંધ્યાની આર્તિને વાઘધ્વનિ સંભળાય અને સભાનું વિસર્જન કરવામાં આવ્યું. અગણિત શ્રેતાઓ અને પ્રેક્ષકો તત્કાળ અનેક સ્થળે વિખરાઈ ગયા. પ્રભાતકુમાર, હલાયુધ મિશ્ર સાથે રાજધાનીમાં જવા વિશેની વાતચિત કરતો આત્તિનાં દર્શન કરવા માટે જગન્નાથના મંદિરમાં આવી પહોંચ્યો અને ભક્તિપૂર્વક દર્શન કરવામાં લીન થા–પિતાના દેહનાનને તે સર્વથા વિસરી ગયો.
અષ્ટમ પરિચ્છેદ
અન. આજે વૈશાખ માસની પૂણિમા છે. આકાશમાં પૂર્ણ ચન્દ્ર વિરાજમાન છે. આજે પઠાણોના આક્રમણની ભીતિ નથી અને કોઈના મનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com