________________ સેનાપતિની ચૂંટણી 77 દઢ પ્રતિજ્ઞા કરીએ કે, મુસલ્માન પઠાણેના હલ્લાના દિવસે આવી જ રીતે પાછા એકત્ર થઈશું અને એક સંપથી ધર્મ માટે પ્રાણ અપશું. રણભૂમિમાં રક્ત વહેવડાવીને કિચિ અંશે સ્વધર્મ ઋણમાંથી મુક્ત થઈશું. વીર! કરો પ્રતિજ્ઞા-જુઓ છો શું?” થોડીવાર માટે વક્તા હલાયુધ મિશ્ર શાન્ત થયો. તેને કંઠસ્વર બહુ દૂર અંબર પ્રદેશમાં પ્રતિધ્વનિત થવા લાગ્યો. શ્રોતાઓના મનમાં એક નવીન બળને સંચાર થવા લાગ્યો. સર્વે જનો આનંદ અને ઉત્સાહથી એક સાથે બોલી ઊડ્યા કે, “જય–જગન્નાથ જય !!" પાંચ હજાર પુરુષોના કંઠમાંથી નીકળેલા એ ધ્વનિથી ચતુર્દિશાઓ કંપાયમાન થઈ ગઈ. દૂર ગર્જના કરતા સમુદ્રનું હૃદય પણ ઉત્સાહથી ઉછળવા લાગ્યું. ગંભીર ઘેષથી આકાશ પણ આન્દોલિત થવા લાગ્યું. ત્યારપછી સર્વત્ર ગંભીર નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું. વક્તા હુલાયુધે પુનઃ પોતાના ઉત્તેજક ભાષણને પ્રારંભ કર્યો-તે કહેવા લાગ્યો, “બંધુઓ ! નિરાશ થશો નહિ, ભયથી વ્યાકુલ થઈને ઉદ્યમ અને ઉત્સાહને ખોઈ બેસશો નહિ, તુરછ પ્રાણના મેહથી પોતાના વિશજોને ચિરકાલને માટે અપવિત્રતાની શૃંખલાથી બાંધશે નહિ અને રણ ભૂમિમાંથી પલાયન કરી કુળને કલંક લગાડશે નહિ. તમે પોતે ઉત્કલવાસી હોવા છતાં પણ ધન અને પ્રાણના રક્ષણની ચિન્તામાં પડેલા છે; પરંતુ આ નરપુંગવને તમે નિહાળે–આ પ્રભાતકુમાર એક બંગવાસી પુરુષ છે. જુઓ, એના વિશાળ લલાટમાં નિર્ભયતા, શરીરમાં વીરતા અને, નેત્રોમાં સાહસ પ્રત્યક્ષ વિરાજમાન છે. એણે બહુ દૂરના પ્રદેશમાંથી અહીં આવી નિઃસ્વાર્થ ભાવથી તમારા સાથે મળીને ઓરીસાના હિતમાટે પોતાના પ્રાણ અર્પવાનો નિશ્ચય કરેલો છે. આપણે અત્યારે એ પ્રશ્નનો નિર્ણય કરી શકીએ તેમ નથી કે, એ વીરનર યુદ્ધ વિદ્યામાં નિપુણ છે કિવા નહિ ? પરંતુ આજ એક માસથી એમના હૃદયની પરીક્ષા લેવાય છે અને તેથી અમારો નિશ્ચય થઈ ગયો છે કે, એમનું હૃદય તે ખરેખર જ એક વીરહદય છે. અત્યારે આ વીરયુવકને જ આપણે આપણ નેતા સેનાપતિની પદવી આપવાની છે. આવતી કાલે હું પ્રભાત કુમારને સાથે લઈને પાછો રાજધાનીમાં મહારાજા સમક્ષ જઈશ અને રાજાના પોતાના હસ્તે જ એમને સેનાપતિની પદવીથી વિભૂષિત કરાવીશ. એટલે રાજાની આજ્ઞાનું કાઈ પણ ઉલ્લંઘન કરી શકશે નહિ. મને - આશા છે કે, જે વીરનાર સર્વથા પિતાની ઈચ્છાથી જ વિપસાગરમાં કૂદવા માટે તત્પર થયેલા છે, તે પ્રભાતકુમાર આવતી કાલે રાજાને - ત્યાં આવવાથી કદાપિ વિમુખ થશે નહિ અને સેંકડો મનુષ્યો સમક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com