________________
સેનાપતિની ચૂંટણી સપ્તમ પરિચ્છેદ
સેનાપતિની ચૂંટણી * હલાયુધ મિશ્રના પુરીમાં આગમન થવાના સમાચાર સાંભળત. જ સહસશઃ ઉત્કલવાસીઓ આવી આવીને પુરીમાં એકત્ર થવા માંડ્યા. ઉત્કલમાં વિપ્લવને સ્પષ્ટ દર્શન થવા લાગ્યું સર્વ જને પોતાના ધન અને જીવનને બચાવવાની ચિન્તામાં પડી ગયા. જો કે રીસાવાસી અત્યારસુધી પૂર્ણ સ્વતંત્ર હતા, પરંતુ સ્વતંત્ર પ્રજા પ્રમાણે તેમનામાં ઉદ્યમ અને ઉત્સાહ દૃષ્ટિગોચર થતા ન હતા. મુસહ્માનોના આક્રમણના સમાચાર સાંભળતાં જ ઉલવાસી જનો પુરીની પવિત્રતાના રક્ષણને જરાપણુ વિચાર ન કરતાં માત્ર પોતાના જીવન અને ધન તથા સ્ત્રી પુત્ર આદિને રક્ષવાનો જ પ્રયત્ન કરવા લાગ્યા. સમસ્ત પ્રજાનો એ તો નિશ્ચય જ થઈ ગથે હતું કે, મુસલમાને એરીસામાં પ્રવેશ કરતાં જ વિજય મેળવશે અને ઘર અત્યાચાર કરશે. કેટલાક લેકે પોતાના ધનને જમીનમાં દાટવા લાગ્યા. કેટલાકે પોતાની સ્ત્રી-કન્યા આદિને કેાઈ આપદાશૂન્ય
સ્થાનમાં રાખી આવવાનો વિચાર કરવા લાગ્યા. “જગન્નાથ! રક્ષા -કરો !! જગન્નાથ! રક્ષા કરો!!” એ વાક્યો વિના અન્ય વાક્યોનો ધ્વનિ સાંભળવામાં આવતો નહતો. હલાયુધ મિશ્રના આગમન સમાચાર સાંભળી અનેક જનો ભયભીત થઈ તેની સાથે ઉત્તમ પરામર્શ કરવાના અને તેના મુખેથી વિશેષ સમાચાર જાણવાના હેતુથી પુરીમાં આવવા લાગ્યા. પ્રભાતકુમારના ઉદ્યોગથી વૈશાખની પૂર્ણિમાને દિવસે શ્રી જગનાથના મંદિરમાં એક વિરાટ સભાનું અધિવેશન કરવામાં આવ્યું. ધનવાન, પ્રભાવશાલી અને દીન સર્વ પ્રકારના લોકો એ સભામાં આવીને ઉપસ્થિત થયા. નાના મોટા મળીને સભાસદોની સંખ્યા સરવાળે પાંચ હજારથી વધારેની થઈ ગઈ. પ્રથમ તો હલાયુધ મિશ્રે સર્વ સજ્જનો સાથે પ્રભાતની ઓરીસાના એક અકપટ મિત્ર તરીકે ઓળખાણ કરાવી; પછી યુદ્ધના વિષયમાં નાના પ્રકારની આલોચના કરવામાં આવી, અને અંતે સર્વ સાધારણને સંપૂર્ણ ઉત્તેજિત કરવાના હેતુથી મુખમંડળમાં મહાન ગંભીર ભાવ ધારણ કરીને તેમ જ પોતે વીરરસની સાક્ષાત પ્રતિમા બની જઈને ભીષણ ધ્વનિથી હલાયુધ મિત્રે પોતાના ભાષણને નીચે પ્રમાણે પ્રારંભ કર્યો:
ભે બંધુજનો! આપણે બધા આ વેળાએ ઘેર આપત્તિમાં આવી પડ્યા છીએ અને હવે આપણાં ભાગ્ય આપણને જે માર્ગ બતાવે, તે માર્ગે જ આપણે વિચરવાનું છે. દક્ષિણ સમુદ્રના તીરપ્રાંતમાં ઉત્કલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com