________________
પુષ્પનામાવલી
૭૩ પ્રભાતકુમારને બધી વાતો કહી સંભળાવીશ.” અને આજે મોટું સીવાઈ કેમ ગયું?” ઉષાના મુખમાં હાસ્યનું ચિહ માત્ર પણ હતું નહિ; Rપરંતુ બે ને આનન્દથી હસી રહ્યાં હતાં. ઉષાએ પ્રભાવતીના કાનમાં કહ્યું કે, “કોણ જાણે શાથી મને તે બોલતાં ઘણી જ શરમ થાય છે.”
ભૂ વક્ર કરીને પ્રભાવતીએ કહ્યું કે, “શરમ તે વળી શાની હોય ? પહેલાં તો તું કાંઈએ આટલી શમતી નહોતી. તારા દેશના અનેક યાત્રાળુઓ આવ્યા કરે છે અને કોઈપણ પ્રકારની લજજાવિના તેમનાથી તું અનેક વાર્તાઓ કર્યા કરે છે. આ પણ તારા દેશનો જ એક ગૃહસ્થ છે, ત્યારે એનાથી શરમ રાખવાનું શું કારણ છે ?” એટલું ચાસન કહીને પછી તેણે ઉષાના કાનમાં આ શબ્દો કહ્યા, “અલી મુશ્કે! શું, એ તારો પતિ છે કે, એને જોતાં જ આટલી બધી શરમમાં ડૂબી ગઈ છે તે?” પ્રભાવતીના એ શબ્દ સાંભળતાં જ મુગ્ધા માનિની ઉષાનું હદય થરથર કંપવા લાગ્યું. તેનાથી ત્યાં ઊભું રહી શકાયું નહિ. હૃદયના એક અવ્યક્ત આવેગે તેને અસ્થિર કરી નાંખી. ઉત્તર દીધાવિના ચંચલ ભાવથી તે ત્યાંથી તત્કાળ ચાલી નીકળી.
ચક્રધરે પ્રભાવતીને પાસે બેલાવીને પૂછયું કે, “પ્રભાવતિ ! ઉષા ચાલી કેમ નીકળી ?”
પ્રભાવતી, પ્રભાતની નિરાશામય દષ્ટિનું અવલોકન કરી શકી કે નહિ, એનું આપણાથી નિરાકરણ થઈ શકે તેમ નથી. ઉપાએ કાંઈપણ કહ્યું ન હોતું, તોપણ પ્રભાવતીએ બનાવટ કરીને કહ્યું કે, “હાહમણું તો તે ચાલી નીકળી છે, પરંતુ બપોરે પાછી આવીશ, એમ કહેતી ગઈ છે.” એમ કહીને પ્રભાવતી પણ ઘરમાં ચાલતી થઈ
સંશયજડિત પ્રભાતની આશારૂપી દોરીમાં એક ગાંઠ વધારે પડી ગઈ. તે બહુ જ ઉદ્વિગ્નતાથી વૈર્યહીન થઈને ચક્રધરને કહેવા લાગ્યો કે, “ચાલો-જરા નગરના બહિર્ભાગમાં જઈને ફરી આવીએ. આજે સ્નાન આદિ ઈન્દ્રધુમ્રમાં જ કરીશું.”
પ્રભાતને એ વિચાર જાણવા પછી ચક્રધરે તેને એક વાત કહી, પણ પ્રભાત તે સાંભળી શક્યો નહિ. તે અન્યમનસ્ક ભાવથી ચાલવા લાગ્યો. ચકધર પણ દરરોજ પ્રભાત સાથે સવારમાં ફરવા જતો હતો, એટલે તે પણ ધીમે ધીમે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
લગભગ દોઢ પ્રહર પછી પ્રભાત પાછા ઘેર આવ્યા અને ત્યાં આવીને તેણે જે દૃશ્ય જોયું, તેથી તેનું મન સ્વર્ગીય પ્રેમપ્રવાહ વડે પરિવ્રુત થઈ ગયું. તેણે જોયું કે, તેની શય્યા નાના પ્રકારનાં પુષ્પોથી સજાવેલી હતી, સુન્દર સુમનોની માળાઓ સર્વત્ર લટકી રહી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com