________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “ઉષે! અહીં આવ. પુત્રિ શર્માય છે શાને ? આ પ્રભાતકુમાર તારા પિતાનું નામ પૂછે છે. આવીને એમને ઉત્તર આપ.”
ઉપાએ પોતાના અવનત મુખને ઉન્નત કર્યું નહિ. એટલે પ્રભા-* વતીએ ઉષાનો હાથ પકડીને કહ્યું કે, “ત્યાં કેમ નથી જતી ? સાંભળતી નથી, મામા લાવે છે તે? પોતાના દેશના મનુષ્ય પાસે જવામાં શરમ તે શેની હોય?” ઉષાએ પ્રભાવતીનાં વાક્યોનું કશું પણ ઉત્તર દીધું નહિ. તેણે ગુપચુપ તેના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધે. ઉષાનાં નમ્ર નેત્રોની પ્રભાવતી-કણુભિમુખા દૃષ્ટિએ ધીમા સ્વરથી કહ્યું કે,
મારાથી ત્યાં જઈ શકાશે નહિ. મારું શરીર કંપે છે. અત્યારે મને અહીંથી જવા દે. હું બીજીવાર મારા પિતાનું નામ બતાવીશ.”
* પ્રભાત, દુષ્યત સમક્ષ શર્માઈને ઉભી રહેલી શકુન્તલાની સ્થિતિ વિશે વિચાર કરવામાં લીન થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે, “શકુન્તલા પણ આવી જ રીતે અનુરાગપૂર્ણ દૃષ્ટિથી દુષ્યતના મુખને અવલોકતી ઊભી હતી. પ્રેમને અંકુર ન ફૂટ્યો હોય, ત્યાં સુધી લજજા પણ કયાંથી આવી શકે વા? પ્રભા અકપટ ભાવથી જોયા કરે છે, પણ ઉષા શામાટે મને જોતી નથી ? કવિજનો જે પ્રાથમિક પ્રેમનાં ચિહ્નોને ઉલ્લેખ કરી ગયા છે, તે સર્વ ઉલ્લેખે સત્ય હશે કે? કદાચિત સત્ય પણ હોય, તાય પ્રભાતને તેનાથી શું સંબંધ ? પ્રભાતમાં એવા શા ગુણો ભરેલા છે કે, જેથી ઉષા એકાએક મુગ્ધ થઈ જાય ? પ્રભાત ! તારી આશા વ્યર્થ છે. પરંતુ આશાને ત્યાગ પણ કેવી રીતે કરું?”
મનમાં એવા વિચારો કરી એક શીતલ નિ:શ્વાસ નાંખીને પ્રભાતે ઉષાપ્રતિ દષ્ટિપાત કર્યો. તેને પોતે બોલાવવાની તેના મનમાં ઈચ્છા થઈ પણ શબ્દને ઉચ્ચાર કરી શકાય જ નહિ. બે ત્રણવાર શબ્દ કંઠપર્યન્ત આવીને અવરુદ્ધ થઈ ગયા. અંતે ઘણો જ શ્રમ કરવા પછી કાંઈક બદલાયેલા સ્વરે ઉષાને સંબોધીને તેણે કહ્યું કે, “ઉષે ! સમય છે શામાટે ? આવને, શું તારું નિવાસસ્થાન નવદ્વીપ છે ?”
ઉષાનું મુખમંડળ રક્તવર્ણ થઈ ગયું. સમસ્ત શરીરના રુધિરની એક જ ધારા બંધાઈને તે મુખપ્રદેશમાં જ પ્રવાહિત થવા લાગી. તેના શરીરમાં કંપનો અવિકલ આવિર્ભાવ ચાલૂ થયે. પૂર્વ પ્રમાણે જ નીચું મુખ રાખીને મધુર સ્વરથી તે પ્રભાવતીને કહેવા લાગી કે, “અલી પ્રત્યે ! ચાલને, ઘરમાં જઈએ.” પ્રભાએ વિરક્તતાથી ઉત્તર આપ્યું કે --
ઘરમાં જ ચાલવું તું, તે અહીં આવી શા માટે ? અહીં આવવાની આતુરતામાં આખી રાત તે ઉંઘ તો લીધી નથી, અને અત્યારે આમ કેમ થઈ ગયું? કાલે તો એમ કહેતી'તી કે, “એક એક કરીને હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com