________________
પુષ્પનામાવલી
૭૧
ચક્રધર મિશ્ર પ્રભાતકુમારની વ્યગ્રતાના કારણુને સમજી શકયા કે નહિ, તે અમે કહી શકતા નથી. પરન્તુ તેના અધરામાં જે સ્મિતના -ઉદય થયા, તેથી કદાચિત્ એવું અનુમાન કરી શકાય ખરું કે, તે પ્રભાતના સર્વ મનેારહસ્યને સારી રીતે જાણતા હૈાવા જોઇએ. પ્રભાત્તના પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું કે, “હા, આવી પહોંચી.” એ સંક્ષિપ્ત ઉત્તરમાં પણ રહસ્ય સમાયેલું હતું.
“ તમે તેના મુખેથી કાઈ નવી વાત સાંભળી કે?" પ્રભાતે આતુરતાથી પૂછ્યું.
66
ના-આજે મેં તેને કાંઈ પણ પૂછ્યું નથી. માત્ર તમારી પાસે આવવાનું કહ્યું, પણ તે તમારા સમક્ષ આવવાની ના પાડે છે.” ચક્રધરે પ્રભાતને નિરાશ કરનારું ઉત્તર આપ્યું.
પ્રભાતની પ્રખ્રુધ્ધ મુખમુદ્રામાં સંદેહની છાયા છવાઈ ગઈ. તે કિંચિત્ નિરાશાના ભાવથી મેલ્યે, આવવાની ના શામાટે પાડે છે? ઉષા શું કહે છે?”
"
કાંઈ ઉત્તર પણ નથી આપતી. તેના ન ખાલવાથી એમ જ જણાય છે કે, તે તમારાથી શર્માય છે.” મિત્રે પોતાના અભિપ્રાય જણાવ્યા. “એ લજ્જા નકામી છે.” પ્રભાતે પેાતાના વિચાર દર્શાવ્યા. એટલામાં ચક્રધર મિત્રે અંતઃપુરના દ્વારપ્રતિ અંગુલી નિર્દેશ કરીને કહ્યું કે, “જુએ પેલા દ્વારપાસે ઉષા અને પ્રભાવતી બન્ને ઊભેલાં છે, ઉષા તમારા દેશની અમળા છે, એટલે તમે શ્વેતાં જ તેને ઓળખી શકશે. જીઆ જેના મુખના રંગ બહુ જ શ્વેત છે, તે જ ઉષા. એના મુખમાં અહીં આવવાનેા ભાવ દેખાય છે ખરેા-એથી અટકળી શકાય છે કે, એની અહીં આવવાની મનેાભાવના છે. પછી તેા પરમેશ્વર જાણે.” બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રભાતે તે તરફ જોયું. તે દિવસે જે ચિત્ર તેણે સરેાવરતીરે એયું હતું, તે જ ચિત્ર અત્યારે દ્વારપાસે તેના એવામાં આવ્યું. દ્વારની બન્ને બાજૂએ એ પ્રફુલ્લ યૌવનાં બાળાઓ ઊભી ઊભી પ્રથમ પ્રમાણે જ પ્રભાતને જોવામાં લીન થયેલી હતી. પ્રભાતની દૃષ્ટિ પડતાં જ ઉષાની દૃષ્ટિ પૃથ્વીમાં પ્રવેશ કરી ગઈ અને પ્રભાવતી જેમની તેમ તેને જોતી ટટાર ઊભી રહી. પ્રભાનું ધ્યાન પ્રભાતમાં હતું, એથી અથવા તે। એવા જ ખીજા કાઈ કારણથી પ્રભાતે પુનઃ ઉષાપ્રતિ દૃષ્ટિપાત કર્યો નહિ. તે મુખ ફેરવીને ચક્રધર મિશ્રને ઉદ્દેશી કહેવા લાગ્યા
મિશ્ર ! ઉષાને પૂછે.તા ખરા કે, એના પિતાનું નામ શું હતું?” “ તમે જ પૂછો ને. હું એને ખેાલાવું છું. હવે કદાચિત્ આવશે, એમ જણાય છે.” એટલું કહીને તેણે સુન્દરી ઉષાને સંધ્યાધીને કહ્યું કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com