________________
૭૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય હેય, એવો ભાસ થવા લાગ્યો. દારુણ દુઃખોનો અનુભવ કરવા પછી જેવી રીતે મનુષ્યની મનોવૃત્તિઓ નિસ્તે જ થઈ જાય છે, તેવી જ રીતે પ્રભાતના હૃદયને ભાવ પણ તેજહીન થઈ ગયો હતો. ઉષાના સ્વ-- મની અસ્કુટ સ્મૃતિએ એક પ્રકારની અગમ્ય વ્યાકુલતાનો તેના મનમાં પ્રવેશ કરાવી દીધો હતો. તેને ક્ષણે ક્ષણે તે જ સુવર્ણ સમુદ્રનું દર્શન થયા કરતું હતું, તેના મધ્યભાગમાં તે જ સરેજ-આસન શોભી રહ્યું હતું અને તેમાં તે જ અલૌકિક રૂપવતી ઉષા પિતાની અલૌકિક પ્રભાને પ્રસરાવતી પ્રભાતને હસ્ત સંકેતથી બોલાવતી હતી! હજી પણ પાછળ ઉભી રહીને ઉષા પ્રભાતને કહેતી હતી, “સમુદ્રમાં પડશો નહિ. એમ કરવાથી કદાચિત તમે ડૂબી જશો. ચાલો, આપણું અને પોતાના દેશમાં ચાલ્યાં જઈએ.” પ્રભાતના હૃદયમાં જે કે ઉષા મળશે, એવી આશા નહોતી, ત્યારે જે વેળાએ તેને હાથ પકડીને ઉષાએ તેને સમુદ્રમાં પડતો અટકાવ્યો હતો, તે વેળાએ તેને પણ સાથે લઈને પ્રભાત સમુદ્રમાં ડૂબી કેમ ન ગયે ? સમુદ્રમાં પડવાથી મરી જવાને સંભવ હતો અને તેઓ જે મારી જાત, તે ચિરકાલને માટે નિર્ભય થઈને અનન્ત કાલ પર્યત પ્રભાત તે જ સુખસ્વમની સુખપૂર્વક સમીક્ષા કરી શક્યો હોત.
- સૂર્યનારાયણે પૂર્વ દિશામાંથી જગતને પોતાનું તેજોમય દર્શન આપ્યું.ઉદિત ભાનુનું દર્શન થતાં જ પક્ષિસમૂહ પોતાની ભાષામાં તેના સ્તુતિગાન ગાવા લાગ્યો. જે પ્રભાત પણ પક્ષી હોત, તે એ વેળાએ પોતાના મનના ભાવને કાઈપણ પ્રકારના સંકોચ વિના તે પ્રકટ કરી શકત. પરંતુ મનુષ્ય હોવાથી લજજા અને વિવેકે તેનાં હદયદ્વારને ઉધડવા ન દીધાં અને તેના મનના ભાવે મનમાં જ મુંઝાવા લાગ્યા–બહાર નીકળી શક્યા નહિ.
- સૂર્યોદય થવા પછી થોડીવારે ચકધર મિશ્ર પ્રભાત પાસે આવી પહોંચ્યો અને હસિત વદનથી કહેવા લાગ્યો કે, “ગઈ કાલે તમારા મનમાં શંકા હતી કે, કોણ જાણે ઉષા આવશે કે નહિ ? પરંતુ આજ ઉષ:કાલમાં જ ઉષા અને પ્રભાવતી બન્ને અહીં આવી પહોંચી છે.”
એ શુભ સમાચાર સાંભળતાં જ પ્રભાતનું મલિન મુખમંડળ આનંદથી પ્રફુલ્લ થઈ ગયું. હૃદયમાં એક સમયાવચ્છેદે અનેક તારાનો ધ્વનિ થવા લાગ્યા. ત્યમાંથી આવિર્ભત થયેલા શબ્દનો તેના હૃદયના એક ગુપ્ત સ્થાનમાં પ્રતિધ્વનિ થયો. એવો તે તે કયો શબ્દ હશે વા? એ શબ્દ આ વિશ્વમાં સ્નેહ, પ્રેમ અને અનુરાગ ઇત્યાદિ ભિન્ન ભિન્ન નામથી વિખ્યાત–પ્રસિદ્ધ છે. પ્રભાતે વ્યગ્રતાથી કહ્યું, “શું આવી પહોંચી ?” એ તેના પ્રશ્નમાં પણ એક પ્રકારની નવીનતાનું પ્રત્યક્ષ દર્શન થયું. એ પ્રશ્નમાં પણ સ્નેહની છાયા સમાયેલી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com