________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
“અરેરે ! ત્યારે તે। એના વિવાહનેા સમય પણ ઉત્તીર્ણ થઈ ગયા, અને હવે પછી પણ જ્યાં સુધી એ પેાતાના દેશમાં જશે નહિ, ત્યાં સુધી એના વિવાહ થવા અશકય અને સર્વથા અસંભવિત છે.” પ્રભાતે પેાતાના શાક પ્રદશિત કર્યો.
નેટ
તેના ભાગ્યમાં જે લખ્યું હતું, તે થયું છે. હવે પણ તે જે પેાતાના દેશમાં પહોંચી જાય, તેા વધારે સારું. જગન્નાથ તમારું ભલું કરે અને તમારી બધી ઇચ્છાએ પૂર્ણ થાય. જે આ વર્ષે અમે પાતે બંગાળા તરફ ન ગયા, તે તમારી સાથે જ એ બાળાને રવાના કરી દઇશું. એટલા માટે જ તેના વિશે તે દિવસે તમારાથી કેટલીક વાતચિત મેં કરી હતી.” ચક્રધરે વાતામાં ને વાતેામાં પ્રભાતના શિરે એક કાર્યના ભાર નાંખી દીધેા.
“શું, કાલે તે અહીં આવવાની છે?' પ્રભાતે પૂછ્યું.
“અવશ્ય આવવાની છે અને આવશે જ. મેં મારી ભાણેજી પ્રભાવતીને તેને અહીં લઈ આવવાની તાકીદ આપી મૂકી છે. તે આવે એટલે તેને મેઢામેાઢ પૂછવાથી તમે બીજી પણ ધણીક વાતે જાણી શકશેા. ઉષા જેવી રૂપવતી છે, તેવી જ તે ગુણુવતી પણ છે. તમારી બંગાળી ભાષા તે ઘણી જ સારી રીતે લખી અને વાંચી જાણે છે. તેને “ શ્વેતાં જ મનમાં પ્રેમ ઉત્પન્ન થયા વિના રહેતેા નથી. તે એક અદ્વિતીય અબળા છે.” ચક્રધર મિત્રે ઉષાના રૂપ અને ગુણુની અંતઃકરણપૂર્વક અને મુક્ત કંઠે પ્રશંસા કરી.
પ્રભાત એક ઉચ્છ્વાસ લઈને મનમાં જ કહેવા લાગ્યા કે, “ચક્રધરની વાત અસત્ય નથી. ખરેખર અને શ્વેતાં જ મનુષ્યનું મન કાબૂમાંથી જતું રહે છે. હું પ્રથમ એ વાર્તા જાણતા નહાતા. ઉષાને બધા ચહાય છે, પણ ઉષા એક પણ મનુષ્યને ચહાતી નથી.”
બહુધા અર્ધરાત્રિ પર્યન્ત ઉષાના વિષયમાં ચક્રધર અને પ્રભાતને પરસ્પર વાર્તાલાપ થતા રહ્યો. ત્યાર પછી ચક્રધર પ્રભાતને પ્રસાદ આપીને ત્યાંથી ચાલ્યે ગયેા. પ્રભાત સુખશય્યામાં પડ્યો પડ્યો સુખસ્વમની વિચિત્ર સૃષ્ટિનું અવલાકન કરવા લાગ્યા. એ રાત્રે તેને ગાઢ નિદ્રાના અનુભવ થયે! નહિ. સુખની અનેક આશા કરતાં કરતાં ચિન્તારૂપી પરિશ્રમથી જેવાં તેનાં નેત્રા બંધ થવા જતાં હતાં, એટલામાં ઉષાની સુન્દર મૂર્તિ તેના સમક્ષ આવીને તેની તન્દ્રાના ભંગ કરી નાંખતી હતી. કાઇવાર ઉષા સમક્ષ, કાવાર પક્ષમાં અને કાઇવાર શિરેાભાગે સ્વમમાં દષ્ટિગેાચર થતી હતી. કાવાર સ્વમમાં તેને એવા ભાસ થતા હતા કે, જાણે ઉષાસાથે તેના વિવાહસંબંધ થઈ ગયેા છે અને ઉષાને સાથે લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com