________________
સ્વમે
તેમની સાથે ઉષાને મોકલવાનો નિશ્ચય કર્યો હતે. સુન્દરી ઉષાના માતામહનું નિવાસસ્થાન બહુધા શાતિપુર જ છે. એટલા માટે જ તેને ત્યાં મોકલવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. પરંતુ બંગાળાના લોકોને સ્વભાવ ઘણો જ દુષ્ટ હોય છે, તેથી તેને ત્યાં લઈ જવામાટે કઈ પણ તત્પર થયું નહિ.” ચક્રધરે પોતાના પ્રયત્નોને વૃત્તાંત કહી સંભળાવ્યો.
તમારા કેટલાક માણસ પણ હમેશ બંગાળામાં પ્રવાસ કરતા રહે છે; તે તેમની સાથે તેને કાં મોકલી ન દીધી ?” પ્રભાતે પાછા આડે સવાલ કર્યો.
પ્રતિવર્ષે અમે પોતે કાંઈ ત્યાં જતા નથી. બહુધા નોકરો જ ત્યાં જાય છે. તે લોકે નાના દેશોમાં ફરતા રખડતા પોતાની સગવડ પ્રમાણે ત્યાં જઈ પહોંચે છે અને બીજું એક નવયૌવના બાળાને નોકર સાથે મેકલવી, એ પણ એક વિચારવા જેવી બીના થઈ પડે છે. વળી બીજી એ પણ એક અડચણું છે કે, એટલે દૂર સુધી તે પગે ચાલી પણ કેવી રીતે શકે ? આ વર્ષે મારે અને મારા બનેવી હલાયુધ મિશ્રને બંગાળામાં જવાનો વિચાર હતો અને ઉપને પણ સાથે લઈ જવાને અમે નિશ્ચય કરી મૂકયો હતો. પરંતુ હવે આવી વિપત્તિને સન્મુખ ઉભેલી
જોઈને અમે અહીંથી વિદેશમાં કેવી રીતે વિચરી શકીએ ?” ચક્રધરે પિતાની સ્થિતિનું દર્શન કરાવ્યું.
ઉષા જે શોકાતુર રહ્યા કરે છે, તે પિતાના દેશ અને માતા પિતાના વિયોગદુઃખથી જ હશે, કેમ નહિ ?” પ્રભાતે એક નવો જ પ્રશ્ન કર્યો.
“પ્રથમ તે તે ઘણી જ શોકાતુર રહ્યા કરતી હતી અને રાત દિવસ રયા કરતી હતી. પણ પછીથી ધીમે ધીમે અહીં રહેવાને અભ્યાસ પડી ગયો. મારી ભગિનીને એનામાં ઘણો જ પ્રેમ છે અને ઉષા પણ તેને મા મા કહીને બોલાવ્યા કરે છે.” ચક્રધરે કહ્યું.
એ પણ જગન્નાથની કૃપા જ સમજવી જોઈએ. આવી વિપત્તિની વેળામાં અને સર્વથા અપરિચિત દેશમાં એક અસહાય બાળા માતસ્નેહ મેળવવાને ભાગ્યવતી થઈ છે, એ ખરેખર એક અલૌકિક ઘટના જ છે.” પ્રભાતે પોતાના મનના ઉદ્દગાર કાઢ્યો અને પૂછ્યું કે, “વાસ, ત્યારે એ બાળાની અવસ્થા અત્યારે કેટલાં વર્ષની હશે ?”
દશ કે અગિયાર વર્ષની અવસ્થામાં તે અહીં આવી હતી અને ચારે પાંચ વર્ષથી તે અહીં રહે છે, એટલે અત્યારે તેની અવસ્થા પંદર કે સોળ વર્ષની હોવી જોઈએ, એવું સહજ અનુમાન કરી શકાય છે.” ચક્રધરે પૂછાયેલા પ્રશ્નનું ઉત્તર દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com