________________
ઈતિહાસદર્શન તૃતીય પરિચ્છેદ
ઇતિહાસદર્શન પ્રસ્તુત પરિચ્છેદમાં કેટલાક ઐતિહાસિક વિષયોને ઊહાપોહ થવાનો છે. યદ્યપિ નવલકથામાં આવા વિષયોને ઉલ્લેખ કરવાથી કેટલાક પાઠક વાચનથી વિરક્ત થાય, એવી ભીતિ રહે છે; તથાપિ નવલકથાનાં સર્વ અંગોને પરિપૂર્ણ કરવા માટે નિરુપાયે એવા વિષયોના વર્ણનમાં અનેકવાર પ્રવૃત્ત થવું પડે છે. જે જનોની ઈતિહાસમાં સર્વથા સચિ ન જ હોય, તેવા જનો પ્રસ્તુત પરિચ્છેદને ત્યાગ કરી શકે એમ છે. કિન્તુ જે જનોએ બંગાળાના ઈતિહાસનું સર્વથા સમીક્ષણ નથી જ કર્યું, તે જ આ નવલકથાની વસ્તુસંકલનાને સારી રીતે સમજી શકે, એ હેતુથી જ પ્રસ્તુત પરિચ્છેદનો પ્રારંભ છે. અસ્તુ.
- શેરશાહથી હારીને મુગલ બાદશાહ હુમાયૂન દેશ ત્યાગીને પલાયન કરી ગયે હતો અને પાછળ શેરશાહ દિલ્લીના તખ્ત પર બેસીને ભારત સામ્રાજ્યનું શાસન કરવા લાગ્યો હતો. કુતુબુદીનના સેનાપતિ અતિયાર ખિલજીએ બંગાલ અને બિહારના પ્રદેશોમાં વિજય મેળવ્યો, ત્યારથી એ બન્ને પ્રદેશ દિલ્લીશ્વરની આધીનતામાં આવ્યા અને ભિન્ન ભિન્ન શાસનકર્તાઓ ત્યાં શાસન કરવા લાગ્યા. જો કે એ બે શાસનકર્તાઓ દિલ્લીને આધીન તે હતા, કિન્તુ અમુક વિષયોને દિલ્લીશ્વર સમક્ષ નિર્દિષ્ટ કરવાની પરતંત્રતા વિના બીજી બધી બાબતમાં તેઓ ૨ સંત્ર હતા. પ્રજ તેમને જ બાદશાહ સમજતી હતી. પ્રાચીન ગડદેશ અથવા લસણુવતી પઠાણ શાસન કર્તાઓની રાજધાની હતી અને તે દેશની પ્રજા તેમને “ગૌડ દેશના બાદશાહ”ના નામથી જ બોલાવતી હતી. એમનામાંના જે લોક પિતાને પરાક્રમી અને સાહસી માનતા હતા, તે લેકે દલીના વર્ચસ્વનો સ્વીકાર કરતા નહોતા. એ જ કારણથી વારંવાર મુગલ સાથે તેમનું યુદ્ધ થતું રહેતું હતું અને તેથી દેશમાં ભયાનક અરાજકતા અને વિશ્લેવોનો વ્યાપાર ચાલૂ જ હતા. તેરમી સદીથી ચૌદમી સદીના મધ્યકાલ પર્વત સર્વ શાસનકર્તા પઠાણે દિલ્લીના તાબામાં હતા–અર્થાત પરતંત્ર હતા. - ઈ. સ. ૧૩૩૮ માં પઠાણ શાસનકર્તા શાહ અલાઉદીને એકાએક દિલ્લીશ્વરની આધીનતાને ત્યાગ કરીને સર્વથા સ્વતંત્રભાવથી રાજ્યશકટ ચલાવવા માંડ્યું. એ પછી લગભગ એક વર્ષ સૂધી સર્વ પઠાણ શાસનકર્તાઓ એક રીતે દિલ્લીશ્વરના માંડળિક જેવા જ રહ્યા. જે સમયે ગાડ દેશમાં “સના મસ્જિદ બનાવવામાં આવી હતી, તે સમયે નુસરતશાહને ભાઈ મહમૂદશાહ બંગાળાને શાસનકર્તા હતો અને તે સમયમાં જ શેરશાહ બિહારના પ્રતિનિધિનું કાર્ય કરતો હતો. જે વેળાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com