________________
દુર્ખાર-યુદ્ધવિચાર
પ
છે કે, હુજૂરના નામ સાથે તવારીખમાં દિલેરજંગ કાળાપહાડનું નામ પણ સાનેરી હમેં લખાયલું હંમેશને માટે કાયમ રહેશે.” ફરીદશાહે સુલ્તાનના વિચારને પુષ્ટિ આપી.
મુલયમાન પોતાના સિંહાસનપરથી ઉઠ્યો અને તેના ઊઠવાની સાથે સભામાંના સર્વજના ઉભા થઈ ગયા. સભાની સમાપ્તિની સૂચના આપનારાં નગારાં વાગવા લાગ્યાં. સુલયમાન ધીમેધીમે ગુસલખાના તરફ ચાલતા થયા. સભાજના નાના પ્રકારના વાત્તૉલાપેા કરતા પાતપેાતાના નિવાસસ્થાને જવા લાગ્યા. ગડગડાટ સહિત સભાગૃહનાં દ્વાર એકદમ બંધ કરી દેવામાં આવ્યાં.
કાળાપહાડ નામક જે સેનાપતિના નામના સુલયમાને ઉચ્ચાર કર્યો અને ફરીદશાહે જેની અત્યંત પ્રશંસા કરી, તે પુરુષ સ્મેદાર જેવા જ બહુના તેથી પણ વધારે યુદ્ધવિદ્યામાં કુશળ અને સાહસી વ્હેતા. એના ભયંકર નામથી મંગાળાની સમસ્ત ભૂમિ કંપાયમાન થઈ રહી હતી. કાળાપહાડ હિન્દુ ધર્મના ધાર વિદ્રોહી હતા. તેણે હિન્દુ દેવ દેવીઓનાં સહસ્રાબંધ મન્દિરા અને તેમની પવિત્ર પૂજ્ય મૂર્તિનેા વિધ્વંસ કરી નાંખ્યા હતા. એ વટના ઇતિહાસેના અભ્યાસીએને તે સારી રીતે જ્ઞાત છે જ; માટે એ વિશે વિશેષ વિવેચન કરવાની કશી પણ આવશ્યકતા નથી. આર્યધર્મપતિના એ સેનાપતિ પરમ દ્વેષી હેાવાથી બંગાળાના સૂબેદાર સુલયમાને ઓરીસાના વિજયનું મહત્ કાર્ય એના જ હાથમાં સોંપ્યું, અને કાળાપહાડે અદ્વિતીય પરાક્રમ બતાવીને આરીસાના ગંગાવંશીય ભૂપાળ નન્દકુમાર દેવને પરિપૂર્ણતાથી પરાજિત કરીને ઓરીસાની સ્વતંત્રતાના સર્વથા નાશ કરી નાંખ્યા. એરીસાની એ વિજયઘટનાને અનુસરીને જ પ્રસ્તુત નવલકથાની રચનાનો આરંભ કરવામાં આવ્યા છે. અર્થાત્ પ્રસ્તુત કાદંબરીના મુખ્ય નાયક કાળાપહાડ જ છે અને તે હવે પછી રંગભૂમિપર આવવાના છે. વાર્તાના નાયક બહુધા ઉદાત્તચરિત અને સદ્ગુણુશાલી હાવા જોઇએ, એવા કેટલાક વિદ્વાનાના અભિપ્રાય છે. પરંતુ સૃષ્ટિવૈચિત્ર્યથી આપણને તે અત્યારે એક દુર્ગુણી અને આર્યધર્મોચ્છેદક નાયક મળ્યા છે—માટે તેના સ્વભાવનું જ યથાર્થ દર્શન કરાવવું, એ જ આપણું કર્તવ્ય છે. હવે પછી સુજ્ઞ વાચકા જેમ જેમ વાર્તાના વિષયમાં મન વધતા જશે, તેમ તેમ કાળાપહાડના વિલક્ષણ અને વિચિત્ર વનરિત્રનું આબેહૂબ-સર્વાંગ પરિપૂર્ણ ચિત્ર તેમનાં નેત્રા સમક્ષ આવીને ઉભું રહેતું જશે. માટે આ વિષયને અહીં જ મૂકીને આપણે હવે આપણી વાર્તાની વસ્તુસંકલનાને વિસ્તારવાના યત્ન કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com