________________
૫૯
ગુરુનાં ચરણેમાં “આપે તેને પ્રથમ પણ કયાંય જે હતો ?” યુવકે પૂછ્યું.
“નહિ, સાહેબ! હું પૂર્વે કોઇવાર પણ અહીં આવ્યો નથી. અહીંના બીજા કેઈ મનુષ્ય સાથે પણ મારે પરિચય નથી. છતાં પણ તેનું મુખ જોતાં મને એવો આભાસ થયો હતો ખરો કે, મેં તેને કયાંક જોએલો છે. પણ બરાબર સ્મૃતિ થતી નથી.” બ્રાહ્મણે ઉત્તર આપ્યું.
તેને તમે કયાં જોયો હતો, એ વિશે કાંઈ પણ અનુમાન કરી શકે એમ છે ખરું કે?” વીર યુવકે પાછો પ્રશ્ન કર્યો.
મારાથી એવું અનુમાન કરી શકાય તેમ નથી. હું એક ભિક્ષક બ્રાહ્મણ છું અને નાના દેશોમાં પ્રવાસ કરતો ફરું . એટલે કેને ક્યાં જોયો હતો, એ વાતનું મને સ્મરણ રહી શકતું નથી.” બ્રાહ્મણે નમ્રતાથી ઉત્તર દીધું.
આપ ભિક્ષક હો, એમ દેખાતું નથી. કારણ કે, જે આપ ભિક્ષુક છે, તો કે આપને જે દ્રવ્યદાન આપે, તેને આપ અસ્વીકાર શા માટે કરે?” યુવકે તેને વાજાળમાં સપડાવ્યો.
“હું ભિક્ષુક છું ખરો, પણ સર્વના દાનનો સ્વીકાર નથી કરતો. કારણ કે, અમારા શાસ્ત્રોમાં એમ લખેલું છે કે, અયોગ્ય સ્થળે દાન –લેવાથી લેવાવાળે પતિત થાય છે.” બ્રાહ્મણે નિર્ભયતાથી કહ્યું.
ત્યારે અહીં પણ આપનું આગમન માત્ર ભિક્ષાના ઉદ્દેશથી જ થએલું છે, કે બીજા કોઈ કારણથી ?” યુવકે આગળ પૂછવા માંડ્યું. ' “નહિ, મહાશય! માત્ર ભિક્ષા જ મારા ઉદ્દેશ નથી. અમે બ્રાહ્મણ પિંડિત છીએ, અને આપના મૌલવીઓ પ્રમાણે પાઠશાળાઓ સ્થાપીને તેમાં હિન્દુઓના બાળકોને શાસ્ત્ર આદિનું શિક્ષણ આપવાનું કાર્ય કરીએ છીએ. પાંચ કે છ વર્ષથી મારો એક છાત્ર આ નગરમાં આવીને ખોવાઈ ગયો છે, તેના શોધ માટે જ હું દેશદેશમાં ભ્રમણ કર્યા કરું, છું.” બ્રાહ્મણે પિતાને સત્ય ઉદ્દેશ વ્યક્ત કર્યો અને તેની મુખમુદ્રા શેકના આઘાતથી નિસ્તેજ થઈ ગઈ
તેને કાંઈ પણ શોધ લાગ્યો કે નહિ?” યુવકે પૂછવું ચાલુ રાખ્યું.
આજે જ બપોરે તે હું અહીં આવ્યા. આ નગર એટલું મોટું છે કે, અહીં તેનો શોધ કરી શકાશે કે નહિ, એની પણ શંકા થયા કરે છે. તમે જે અશ્વારોહી મુસભાન વિશે કહ્યું, તેનું મુખ પ્રથમ તો બરાબર મારા શિષ્ય જેવું જ લાગ્યું હતું, પણ પાસે જઈને જેવાથી જણાયું કે, તે તો મુસભાન હતા. મહાશય! ક્ષમા કરજો-આપનો કંઠસ્વર પણ મને તે મારા શિષ્ય જેવો જ જણાય છે. કદાચિત એ મારા ઉન્માદનું પરિણામ પણ હેય-કારણ કે, જેની પ્રિય વસ્તુ ખવાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com