________________
. ગુરુનાં ચરણોમાં વિના બીજું એકે વસ્ત્ર હતું નંહિ. અર્ધ રાત્રિના સમયે આયના શત્રુ. યવનરાજના આમંત્રણથી તેના હૃદયમાં ઘણી જ ચિન્તા થતી હતી. ધર્મનો નાશ થવાના ભયથી તે પોતાના ઇષ્ટમંત્રના જપમાં લીન થએલો હતો. જે વેળાએ તે, વિરયુવક સમીપ આવીને ઊભો રહ્યો, તે વેળાએ ભયથી તેનું સમસ્ત શરીર કંપતું જોવામાં આવતું હતું.
બ્રાહ્મણ દેવનું આગમન થતાં જ વીર યુવકે ઈશારાથી ઈબ્રાહીમને ત્યાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી. ઇબ્રાહીમ તે બ્રાહ્મણ પ્રતિ બે ત્રણવાર તીવ્ર દષ્ટિપાત કરીને ત્યાંથી ચાલ્યો ગયો. એ સંકેતોને જોઇને બ્રાહ્મણનું શરીર વિશેષ કંપાયમાન થવા લાગ્યું. અધીર બની હસ્તમાં યજ્ઞોપવીત લઈને ભગ્ન સ્વરથી તે બ્રાહ્મણ વીર યુવકને પ્રાર્થના કરતે કહેવા લાગ્યો કે, “બાદશાહનો જય થાઓ અને કાજી સાહેબનો પણ જય થાઓ. સાહેબ! મેં કાંઈ પણ અપરાધ કર્યો નથી. મારા જેવા એક દીન બ્રાહ્મણપર આ અત્યાચાર શામાટે કરવામાં આવે છે ?" કૃપા કરીને મને મુક્ત કરો.”
યુવક સ્થિર દષ્ટિથી બ્રાહ્મણના પ્લાન મુખનું એક ધ્યાનથી આવલોકન કરી રહ્યો હતો. બ્રાહ્મણની પ્રાર્થના સાંભળીને તેણે શાન્ત ભાવથી કહ્યું કે, “આપ કોઈ પણ પ્રકારની ભીતિ કરશો નહિ. ચિન્તા કરવાનું કશું પણ કારણ નથી; આપપર કઈ પણ જાતિનો અત્યાચાર થશે નહિ. માત્ર બેચાર વાતો પૂછવા માટે જ. મેં આપને અહીં લાવ્યા છે. જે આજ્ઞા હોય, તો હું આપનાં ચરણેની રજ શિરપર ધારણું કરું? હું આપને દાસ છું.” ..... ...... ::
ચરણરજ”નું નામ સાંભળતાં જ બ્રાહ્મણ પાંચ પ્રકીરી પગલાં પાછો હટીને ઉભો રહ્યો. તેના સંદેહમાં એથી તો સામે વધારે જ થવા લાગ્યો. તેને એવો જ દઢ નિશ્ચય થઈ ગયું કે, “મુસલમાન હોવા છતાં મારાં ચરણની રજને જ્યારે એ પોતાના શિરે ચઢાવવા માગે છે, ત્યારે મારી જાતિના નાશને હેતુ જ એનાં મનમાં સમાયલો હવે, જોઈએ. યવનો પ્રથમ એવી રીતે જ બીજાઓને પ્રસન્ન કરે છે અને ત્યાર પછી અભક્ષ્ય વસ્તુનો આહાર કરાવીને તેમના ધર્મને નાશ કરે છે.” એ વિચાર કરીને તે બ્રાહ્મણ પુનઃ હસ્તદ્વય જોડીને કહેવા લાગ્યું કે, “સાહેબ ! આપ અમીર છે, આપ અમારા જેવા ગરીબોનાં ચરણેને સ્પર્શ કરે, એ શું યોગ્ય કહેવાય કે ? અમારાં ચરણો ઘણું જ કઠિન હોય છે, એથી કદાચિત આપના હસ્તોને હાનિ થવાનો સંભવ છે. હું અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું કે, દિન દિન પ્રતિ આવી રીતે જ આપની ઉન્નતિ થતી રહે !!” . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com