________________
૨૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
વૃદ્ધ બ્રાહ્મણની એ કાલી ઘેલી વાતથી વીર યુવકના મલિન અને ગંભીર ચિન્તાવ્યાસ મુખમંડળમાં કિંચિત હાસ્યની છટાનો ઉદય થયો. યુવક નમ્રતાથી કહેવા લાગ્યો, “મહારાજ! હું તમારા મનના બધા ભાવેને યથાસ્થિત સમજી ગયો છું. હું મુસલ્માન, અથવા આપની ધારણા પ્રમાણે કહું, તો મ્યુચ્છ છું. મારા સ્પર્શથી કદાચિત આપનો પવિત્ર દેહ અપવિત્ર થઈ જશે, એવી આપના હૃદયમાં ભીતિ થયા કરે છે. કેમ મહારાજ! મારું એ અનુમાન સત્ય છે કે નહિ ? જે હોય તે ખરેખરું કહે.”
બ્રાહ્મણની જિલ્લા બંધ થઈ ગઈ. તેનાથી એનું ઉત્તર આપી શકાયું નહિ. દુરાત્મા યવન તેના મનને ભાવ જાણી ગયો. તે લથડતા સ્વરથી કહેવા લાગ્યો, “નહિ, સાહેબ! એમ નથી. જે આ૫ની શ્રદ્ધા અને ભક્તિ હોય, તે આપ ચરણને સ્પર્શ કરી શકે તેમ છે. એથી દેહ કદાચિત અશુદ્ધ થાય, તે ગંગાસ્નાનથી પુનઃ તેને શુદ્ધ કરી શકાય છે. શુદ્ધિ અશુદ્ધિનો પ્રશ્ન ભયંકર નથી.”
યુવક પ્રણામ કરીને બ્રાહ્મણ સમક્ષ ગાઠમંડીએ બેસી ગયો અને પ્રાર્થના કરતો બોલ્યો કે, “ગુરુરાજ ! હું પાપી યવન છું, માટે આપનાં પવિત્ર ચરણોને સ્પર્શ કરવાનો મને અધિકાર નથી. એથી આપનાં પરમ વિશુદ્ધ ચરણોનું મનમાં ધ્યાન ધરીને દૂરથી જ હું આપપ્રણામ કરું છું. કૃપા કરીને મને જણ કે, સંધ્યા સમયે બજારના ચૌકમાં બેસીને જે વેળાએ આપ જ્યોતિર્ગણિતમાં લીન થએલા હતા, તે સમયે આપે એક અશ્વારોહી મુસલ્માન યુવકને જોઈને કહ્યું હતું કે, તારા શિરે શીધ્ર જ આપત્તિની વૃષ્ટિ વર્ષવાની છે.” એ વાતનું આપને સ્મરણ છે કે ?”
યુવકને આ ભાવ નિહાળીને બ્રાહ્મણના મનમાં એટલું બધું આશ્ચર્ય થયું કે, થોડીવાર સૂધી તો તે કાંઈ પણ સમજી શકો નહિ. મુસલ્માનો કે જેઓ સદા સર્વદા નિર્દય જ હોય છે અને જેઓ આને સર્વથા શત્રુભાવથી જ જોયા કરે છે, તે મુસલમાન જાતિના જ એ યુવકને આ કામલ સ્વભાવ, તેની વિપ્ર પ્રતિ આવી ભક્તિ અને તેની મર્યાદાપૂર્ણ સુશીલ ભાષાએ જે એ બ્રાહ્મણને આશ્ચર્યચકિત કયો હોય, તો તેમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું હતું નહિ. બ્રાહ્મણ પોતાને સ્વમસૃષ્ટિમાં વિચરતો જોવા લાગ્યો. બ્રાહ્મણને ઉદ્વેગ પ્રતિક્ષણે વૃદ્ધિગત જ થતે ગયો. ડીવાર પછી તે બોલ્યો કે, “મહાશય! હું અનેક જનોને અનેક વાતો કહ્યા કરું છું. તે સઘળી વાતેનું સ્મરણ ક્યાંથી રહી શકે વાસ? તોપણ એક અશ્વારાહી મુસભાન યુવકની વાતનું થોડું ઘણું સ્મરણ થાય છે ખરું–કદાચિત પ્રયત્ન કરતાં પૂરેપૂરું સ્મરણ થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com