________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય કુંડલીનું અવલોકન કરીને કહેલું હતું કે, “મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે, પણ ભાગ્યની રેષાને તે કોઈ કાળે પણ ફેરવી શકતો નથી.” એ ભાગ્યની પ્રબળતાથી જ આજે હું મુસલમાન છું. પોતાની ઈચ્છાથી 1 યવન થએલો નથી. જે મુસલ્માનોના અત્યાચારથી પીડિત થઈને દબંરમાં ફરિયાદ કરવા માટે હું તાડામાં આવ્યો હતો, તે મુસલમાન રાજકર્તાના ઘોરતમ અત્યાચાર અને અવિચારથી જ અત્યારે એક તિરસ્કૃત યવનના રૂપમાં હું આપનાં ચરણો સમક્ષ ઉભેલો છું.”
“શું, મુસલમાન બાદશાહના અત્યાચારથી તું મુસલ્માન થયેલો છે? કેટલાકે તે એમ કહે છે કે, કાઈ યવનરાજવંશીયા યુવતીના પ્રેમજાળમાં બહ થઈને જ તે યવનધર્મ અંગીકાર કરેલો છે. એ ખરું કે ખોટું?” બ્રાહ્મણે પોતાને સંશય બતાવ્યો.
એ વાર્તા સર્વથા અસત્ય છે. હું જ્યારે આદિથી અન્ત પર્યન્ત સમસ્ત વૃત્તાંત આપને કહી સંભળાવીશ, તે વેળાએ આપના બધા સંશયોનું નિવારણ થઈ જશે. મારું જીવન પ્રતિક્ષણ અનુતા૫૫ અગ્નિથી બન્યા કરે છે ! એ અનુતપ્ત જીવનની કથા આટલા દિવસ ઢંકાયેલી રહી હતી, પણું અત્યારે આપને જોતાં જ બહાર ઉભરાઈ આવી છે. આપનાં ચરણોમાં મારે અનેક વાર્તાઓનું પ્રકટીકરણ કરવાનું છે, - માટે ચાલો અને પેલા પત્થરના ચબૂતરાપર ચાલીને બેસે. એ સ્થાન કિંચિત્માત્ર પણ અપવિત્ર નથી. ત્યાં જ હું આપને બધી વાત કહી સંભળાવીશ.” કાળાપહાડે વિજ્ઞપ્તિ કરી.
એટલું કહીને સેનાપતિ કાળેપહાડ ત્યાંથી ઉઠીને આગળ આગળ ચાલવા લાગ્યો અને વાયરત્નજી જીવના અદષ્ટ વિશે વિચાર કરતો કરતે તેની પાછળ પાછળ ધીમે ધીમે ચાલતો થયો. તેમને ચાલતા મૂકીને આપણે હવે એક બીજી ઘટનાનું નિરીક્ષણ કરીશું.
પંચમ પરિચ્છેદ
સ્વમ જુઓ, કઈ કાળે પણ કાઈથી પ્રીતિ ન કરવાની પ્રતિજ્ઞા કરશો નહિ-યદિ એવી પ્રતિજ્ઞા કરશે, તો તે સર્વથા વ્યર્થ જશે! સમુદ્રપ્રતિ વહન કરતી નદીની ગતિને રોકવાનો પ્રયત્ન કરશે નહિ, નહિ તે તે ઉભય તીરકાન્તને ઉજ્જડ કરી નાંખશે. જ્યાંસુધી મનુષ્યના મનની આવેગમયી વૃત્તિઓ પૂર્ણ રીતે કાર્યકારિણી નથી થતી, ત્યાં સૂધી મનુષ્ય પિતાને સંસારગ્રંથિથી સર્વથા શુન્ય જ સમજે છે. પરંતુ જ્યારે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com