________________
ગુરુનાં ચરણોમાં વસ્થી કહેવા લાગ્યો કે, “ગુરુદેવ! આ હતભાગી કાળેપહાડ તે તે જ નિરંજન છે. આ હીનભાગી જ આપના ગૃહસન્મુખ તમાલવૃક્ષની છાયામાં બેસીને વેદ અને વેદાંગને પાઠ કર્યા કરતો હતો. આ પાપી તે જ છે કે, જે આપને સ્નાનના સમયે સ્નેહમયી ઉષાને સાથે લઈને આપના શિવપૂજન માટે પુષ્પ અને બેલપત્રો ચૂંટવાને જતો હતો અને તર્પણની સર્વ સામગ્રી લઈને આપની પાછળ પાછળ ચાલ્યા કરતો હતો. હાય ! હવે આ પાપીના તે સુખના દિવસો ચાલ્યા ગયા છે! હવે પાછો એવા સમયનો આભાસ મરતાં સૂધી પણ મારી દષ્ટિએ પડવાનો સંભવ નથી! હવે શેક કરવાથી શું વળી શકે એમ છે! નિરંજનના નસીબમાં જે લખ્યું હતું તે થયું–તે ભ્રષ્ટ થયો ! ! શેકાતિશયથી નિરંજનકાળો પહાડ વધારે બોલી શક્યો નહિ. તેનાં નેત્રોમાંથી અશ્રુનું વહન ચાલૂ જ હતું.
બસ હવે તે વૃદ્ધ બ્રાહ્મણને વધારે પૂરાવાની જરૂર રહી નહિ. ઉષાનું નામ સાંભળતાં જ બ્રાહ્મણદેવ એકાએક અધીર થઈ ગયો. તેનાં નેત્રોમાંથી પણ અશ્રુધારાનું વહન થવા લાગ્યું. વૃદ્ધ ભૂદેવ પ્રેમપૂર્વક કહેવા લાગ્યો, “વત્સ નિરંજન! હવે વધારે કાંઈ પણ બેલવાની આવચિકેતા નથી. તારા કંઠસ્વરને હું મરણ પર્યન્ત પણ ભૂલી શકું તેમ નથી. સંધ્યા સમયે મેં જે વેળાએ તને જે તે ક્ષણે જ હું તને ઓળખી ચૂક્યો હતો. પરંતુ તારે નવો વેશ જોઈને મનમાં કાંઈક સંશય થયા કરતો હતો. અત્યારે પણ તારા સ્વરમાં તો મને નિરંજનનિ જ ભાસ થયા કરતો હતો. પરંતુ આ શું? નિરંજનનું નામ કાળો પહાડ પડેલું કેમ સાંભળવામાં આવે છે ? જેના અદ્દભુત અને અલૌકિક ગુણોથી વાસુદેવ સાર્વભૌમની પાઠશાળાનું મુખ નિત્ય ઉજજવલ રહેતું હતું, તે નિરંજન આજે યવનવેશમાં કેમ દષ્ટિગોચર થાય છે ? મારા સાંભળવામાં આવ્યું હતું કે, નિરંજન મુસલમાન થઈને બાદશાહના ઘણો જ પ્રિયપાત્ર થએલે છે, અને તે વાત આજે હું સાચી થએલી જોઈ શકું છું. અહા ! કાળનું કેવું ભયંકર પરિવર્તન !!!”
સુજ્ઞ વાચકે! તમે એ બ્રાહ્મણ દેવને ઓળખ્યો કે? જે ન ઓળખ્યો હોય, તે અમે તેને તમારી સાથે પરિચય કરાવી આપીએ. સાંભળે–એ બ્રાહ્મણ-વૃદ્ધ વિપ્રવર્ય નવપનિવાસી વિખ્યાત મનસ્વી વાસુદેવ સાર્વભૌમનો દૌહિત્ર હતો. એનું નામ હરદેવ વાયરત્ન હતું, અને એ તિકશાસ્ત્રનો એક અદ્વિતીય વિદ્વાન ગણતો હતો.
કાળો પહાડ પિતાના મનના આવેગને કિંચિત્ શાન્ત કરી નેત્રાબુનું માર્જન કરીને કહેવા લાગ્યો કે, “ગુરુદેવ! આપે જ મારી જન્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com