________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થયા કરે છે. ઉષાની છાયામયી પ્રતિમૂર્તિ પ્રતિક્ષણે તેનાં નેત્ર સમક્ષ ઊભેલી દેખાય છે. પ્રભાત! પિતાનું સર્વસ્વ છવન આપી દેવા છતાં તેને સ્પષ્ટતાથી તે એમ કેમ ન જણાવી દીધું કે-ઉષા! તું એકવાર પિતાના મુખથી કહે કે, “પ્રભાત! હું તને ચાહું છું.” તેનાં ચમકતાં નેત્રોમાં તે એ ભાવનું જ દર્શન થતું હતું, ત્યારે તેના મનની વાર્તા તેને ખેલીને તે શા માટે ન કહી? વિદેશમાં સ્વદેશીયા સુન્દરીનો પરિચય કરે, એમાં પણ શું પાપ છે કે? તેનું નિવાસસ્થાન નવદ્વીપમાં જ છે, એટલે તેને પૂછવાથી તારે સર્વ સંદેહ મટી જવાને પૂરેપૂરો સંભવ હતે. કદાચિત તે કેાઈ સ્વાત્મીય જનની કન્યા પણ હોય! ત્યારે શું ઉષા કઈ બ્રાહ્મણુકન્યા છે? અદ્યાપિ તેને વિવાહ ત થ જ નથી. એ તે પ્રભાના મુખથી જાણવામાં આવી ગયું છે. ઉષા જેમના ગૃહમાં રહે છે, તેઓ કઈ ગ્ય પુw સાથે તેને વિવાહ શાને નથી કરી આપતા? ઉષા વારંવાર સરવરતીરે એકાંતમાં અશ્રુપાત કર્યા કરે છે, પણ તે અશ્રુઓને લૂછી નાંખવાનો પ્રયત્ન કેમ કેાઈ કરતું નથી ? ઉષાએ પ્રભાતને મળવાની ઈચ્છા કરેલી છે અને પોતાના પિતાને સમાચાર પૂછવાને તેની પાસે આવવાની આશા ધરેલી છે. ત્યારે શું, તે ખરેખર આવશે કે? જે નહિ આવે, તે પ્રભાતકુમારને બીજે કયે સ્થળે મળી. શકાય એમ છે? બીજું સ્થળ પણ કયું? એકાન્ત સરોવરતીર. ત્યાં કાઈ પણ જનને નિવાસ નથી. નિર્જન સ્થાનમાં ધીમે ધીમે આવીને ઉષા પિતાના મુખનું દર્શન આપશે; પ્રભાત પિતાના હદયનાં દ્વાર ખોલીને પોતાના મનની આશાને તેને દર્શન કરાવશે અને મુક્તકંઠથી કહી દેશે કે, “હે સુન્દરિ! તું મારા જીવનનાં સર્વ સુખોને સ્વીકારીને તેના બદલામાં મને તારાં સર્વ દુઃખો આપી દે.” શું સુન્દરી ઉષા એ યાચનાનો અસ્વીકાર કરશે કે? દેવ જાણે.
પ્રભાતકુમાર સંધ્યા સમયે પોતાના નિર્જન સદનમાં આવીને શચ્યામાં લેટી રહ્યો. જ્યારથી પ્રભાત જગન્નાથપુરીમાં આવ્યું હતું, ત્યારથી અનેક પુરીનિવાસી ને તેને ત્યાં આવીને તેની પાસે બેસતા હતા. અનેક દેશો વિશેની અનેક ચર્ચાઓ થયા કરતી હતી અને યુદ્ધ વિશે પણ અનેક તર્ક વિતર્કો ચાલ્યા કરતા હતા. મુસભાને જે વેળાએ આક્રમણ કરે, તે સમયે કણે કણે શું શું કરવું ઉચિત છે, ઈત્યાદિ વાર્તાઓને પ્રભાત સર્વસાધારણ જનને અંતઃકરણપૂર્વક ઉપદેશ આપ્યા કરતું હતું. તે લોકો પણ પ્રભાતને પોતાને એક સહૃદય મિત્ર સમજતા હતા અને જેથી તે સુખી અને નિર્વિઘ રહે, એવી ચેષ્ટા કરતા હતા. પોતાના નિત્યના નિયમ પ્રમાણે આજે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com