________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય જાય છે, તેને પ્રત્યેક વસ્તુમાં તે જ વસ્તુને ભાસ થાય છે.” વૃદ્ધ બ્રાહ્મણે પોતાની મનઃસ્થિતિનું સત્ય વર્ણન કરી સંભળાવ્યું.
કે જાણે શાથી, એક પ્રબળ ઉદ્વેગે યુવકના મનને એકાએક ચંચળ બનાવી દીધું. તે બ્રાહ્મણનાં ચરણોમાં આળોટવા લાગ્યો અને ગગદ સ્વરથી બોલ્યો કે, “ગુરુ મહારાજ! એ ઘટના કઈ દીકાળની • નથી. આજથી પાંચ છ વર્ષ પહેલાં જે ભાગ્યહીન સેવક આપનાં ચરણની છાયામાં બેસીને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો, જે અધમને આ૫ પુત્રવત પ્રેમથી જોતા હતા, જેના શોધ માટે શ્રમ લઈને આ૫ તાંડા સુધી આવ્યા છો અને આજે સંધ્યા સમયે જેનું મુખ જોઈને આપે કહ્યું હતું કે, “તારાશિરે શીધ્ર જ આપત્તિની વૃષ્ટિ વર્ષવાની છે.” તે જ દુભૉગી, આર્યકુલાંગાર અને સ્વધર્મત્યાગી નિરંજન-અત્યારે યવનોના અન્નથી પોષાયેલો કાળપહાડ આપનાં ચરણોમાં–ગુસ્નાં ચરણોમાં પડેલ છે!!!”
યુવકથી વધારે બેલી શકાયું નહિ. નેમાંથી એકાએક પ્રબળ વેગે અશ્રુધારાનું વહન થતાં સેનાપતિ કાળાપહાડનું મુખમંડળ અને વક્ષ:સ્થળ ભીંજાઈને તરબોળ થઈ ગયાં. શેકનો પ્રબળ ભાવ તેના હૃદયમાં વ્યાપી ગયો.
મેઘવિના જ વજપાત થવાથી મનુષ્યોના મનમાં જેવી રીતે કાર્યથાય છે, તેવી રીતે એક મુસલમાનને આવી રીતે શેક કરતો જોઈને વૃદ્ધ બ્રાહ્મણના હૃદયમાં પણ આશ્ચર્ય થવા લાગ્યું. જાગૃત છતાં પણ જાણે પોતે સ્વમની સૃષ્ટિમાં વિચરતે હોયની, એવો તેને ભ્રમ થવા લાગ્યો. જે દેશદ્રોહી કાળાપહાડના નામથી બંગાળીઓનાં રોમાંચ ઊભાં થઈ જતાં હતાં, તે કાળેપહાડ, તે તેને પ્રિય છાત્ર નિરંજન હતો ! એ વાર્તાને સ્મરણે તે તેને અસીમ આશ્ચર્યસમુદ્રમાં નાંખી દીધો. થોડીકવાર સુધી તે ભ્રાન્તિએ તેના મસ્તિષ્કને ભ્રમિષ્ટ જ રાખ્યું. વળી પાછે તેના મનમાં એવો વિચાર આવ્યો કે, “આ બધા પ્રકાર બનાવટી જ લાગે છે; કારણ કે, મુસલ્માનો હિન્દુઓને ઠગતી વેળાએ આવા ઢગ જ કરતા હોય છે.” એવી ધારણાથી તેણે કાળાપહાડને કહ્યું કે, “સાહેબ! આપ આ શું કરો છો? આપના જેવા મેટા આદમી મારા જેવા એક ભિક્ષુકનાં ચરણોમાં આળોટે, એ શું યોગ્ય કહેવાય છે? કૃપા કરીને ઊઠે. જો કે મારે નિરંજન કેાઈ દરિદ્રીનો પુત્ર નથી, પણ જે વેળાએ તે તડામાં આવ્યો હતો, તે વેળાએ તે તેની દશા દારિયથી જ ભરેલી હતી. માટે આપ તે નિરંજન નથી, એવા મારો દૃઢ નિશ્ચય છે.” - સેનાપતિ કાળો પહાડ ઊઠી પાછો ગોઠણમંડીએ પડીને ગદ્ગદ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com