________________
પદ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ળતાં જ તે કાફિર મનમાં ને મનમાં કાંઈક બડબડતે ચુપચાપ મારી સાથે આવવાને નીકળ્યો. પાછો નદીને કિનારે આવતાં જ કમ્બખ અટકી પડ્યો અને મને કહ્યું કે, “ભાઈ જરા ઊભે રહે અને મને થોડું પાણું પી લેવા દે.........”
યુવક વીર હવે તેની પ્રસ્તાવનાથી ઘણો જ કંટાળી ગયે અને તેની વાતને વચમાં જ કાપી નાંખીને બોલ્યો કે, “આટલી બધી લાંબી પહોળી વાતે શા માટે કરે જાય છે ? તે બ્રાહ્મણદેવ અત્યારે ક્યાં છે ? તેમને જલ્દી લાવીને મારી સામે હાજર કર. હું બીજું કાંઈ પણ -સાંભળવા માગતો નથી.”
“અહીં છે આ નજરબાગમાં જ છે.” ઈબ્રાહીમે કાંઈક આશ્ચર્યના ભાવથી કહ્યું. ખાજાસરાને બ્રાહ્મણને એકદમ યુવક સમક્ષ ન લઈ આવવાને હેતુ એ હતો કે, ખાજાસરાઓ વિના બેગમેની ફૂલવાડીમાં બીજા કોઈ પુષ્પને આવવાનો હુકમ નહોતો. એટલા માટે જ તે તેને દુર્વાજા પર ઊભે રાખી આવ્યો હતો. ઇબ્રાહીમનું ઉત્તર સાંભળતાં જ યુવક કાપથી લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો કે, “શું અહીં અને આ બાગમાં જ છે ? તે મનુષ્ય તારા કરતાં હજારવાર વધારે ઈમાનદાર અને વિશ્વાસને પાત્ર છે.”
ઈબ્રાહીમ ધીમેથી “યા ખુદા” કહીને ત્યાંથી દર્વાજા તરફ ચાલતો થયો.
વીર યુવકે એક દીર્ધ ઉષ્ણ નિઃશ્વાસ નાંખ્યા અને આકાશ પ્રતિ - દષ્ટિ કરીને મનમાં જ કહેવા લાગ્યું કે, “ગુસ્વર્ય! શૈશવાવસ્થામાં જે વેળાએ આપનાં ચરણોમાં પડીને હું શાસ્ત્રોને અભ્યાસ કરતો હતો, તે સમયે પણ આપના મનના ભાવો આજના જેવા જ હતા. યવને પ્રતિ -આપને આ જ ધિક્કાર હતો ! સ્વધર્મની રક્ષા માટે આપ કેટલો બધે અંતઃકરણપૂર્વક ઉપદેશ આપતા હતા ! પરંતુ હાય ! તે ઉપદેશો માત્ર વાલુકામાં બીજારોપણ કરવા સમાન વ્યર્થ થયા!” એટલું કહીને યુવકે એક બીજો નિ:શ્વાસ નાંખ્યો અને ચિંતાતુર હૃદયે ફરવા માંડ્યું.
થોડીવાર પછી ઇબ્રાહીમે તે બ્રાહ્મણને લાવીને એ વીરયુવક સમીપ ઊભું ક્યોં. બ્રાહ્મણને રંગ ઉજજ્વલ, વર્ણ ગૌર, શરીર દુર્બળ અને વય અનુમાને સાઠ વર્ષનું હેય, એમ દેખાતું હતું. મસ્તકપર વાળ જોવામાં આવતા હતા, પણ લાંબી શિખા પૃષ્ઠભાગે લટકતી દૃષ્ટિ ગોચર થતી હતી. તેનાં વસ્ત્ર બહુ જ મલિન હતાં. સ્કંધભાગે રામરામી*_
* એ એક વેત રંગી નાનું વસ્ત્ર હોય છે અને તેના પર લાલ રંગના “રામ રામ” એ શબ્દો સ્થળે સ્થળે છાપેલા હોય છે. તીર્થસ્થાનમાં એ વસ્ત્ર મળે છે અને તે આપ્ત જનેને પ્રસાદી તરીકે આપવાને હિન્દુઓમાં રિવાજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com