________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ચતુર્થ પરિચ્છેદ ગુરુનાં ચરણામાં
રાત્રિના સમયે તાંડાના રાજપ્રાસાદસમૂહના નિકટમાં આવેલા એક વિશાળ ભવનના આસમન્તાત્ ભાગમાં વિસ્તરેલી પુષ્પવાટિકામાં એક વીર યુવા પુરુષ અહીં તહીં કરતા જોવામાં આવે છે. આકાશમાં પૂર્ણ ચન્દ્ર વિરાજમાન થએલા છે. પૃથ્વીપ્રદેશમાં નિમૅળ ચન્દ્રમાની શુભ્ર ચન્દ્રિકા એવી તે શાભા આપતી લેવામાં આવે છે કે, જાણે કાઇએ પૃથ્વીપટપર શ્વેત ચાદર જ બિછાવી દીધી હાયની ! એ સ્નિગ્ધ ચંદ્રિકાથી વિલસતી પુષ્પવાટિકામાં સહસ્ર પ્રકારનાં પ્રખ્રુધ્ધ પુષ્પા હાસ્ય કરતાં દષ્ટિગેાચર થાય છે. એ પુષ્પવાટિકાથી અલ્પ અંતરે ચન્દ્રકિરણમયી ભાગીરથી કલકલ રવસહિત સલિલનું વહન કરી રહી છે. તેના એ વહુનનિ દૂરથી ધણા જ મધુર અને મનેાહર લાગે છે. બહુજનવિસ્તીર્યું તાડા નગરી સાંપ્રત સર્વથા સ્પન્દહીન અને શાંત થયેલી છે. મનુષ્યના કંઠમાંથી નીકળતા એક પણ શબ્દ શ્રવણુગાચર થતા નથી. વચવચમાં કેવળ એક આલેાકિત આગારમાંથી કાઈ નારીના કંઠમાંથી નિઃસૃત મધુર ગીતધ્વનિ વીણાના ઝંકાર સહિત સાંભળી શકાય છે. યુવક શાન્ત ભાવથી ધૃતસ્તતઃ વિચરવામાં નિમગ્ન થએલા છે. એનું શરીર ચિન્તા અને ગંભીરતાથી આચ્છાદિત થએલું હેાય, એવા ભાસ થાય છે. જે વેળાએ ચિન્તાની વિશેષ પ્રબળતા થાય છે, તે વેળાએ તેના વિશાળ લલાટમાં સંકુચિતતાના આવિર્ભાવ થતા દેખાય છે. એ જ રાત્રિના સમયે સુન્દર સુમન-ઉપવનમાં હાસ્યમયી પ્રકૃતિ દેવી પુષ્પરૂપ અલંકારાને ધારી લલિત નૃત્યમાં નિમગ્ન થયેલી છે. પરંતુ એ નૈસર્ગિક સૌન્દર્યની સમીક્ષામાં એ લગ્નમન તરુણનું લેશ માત્ર પણ ધ્યાન નથી. એની દૃષ્ટિ લક્ષહીન છે અને ઉદ્વેગથી ભરેલી છે. જ્યારે જ્યારે ઉપર્યુક્ત અમૃતમય ગીત સ્પષ્ટ સંભળાય છે, તે વેળાએ જરાવાર તેનું શાંતિથી એ શ્રવણ કરે છે અને પેાતાના ચલનવ્યાપારના અવરાધ કરીને, એક જ સ્થળે ઊભા રહી જાય છે. જે ક્ષણે ગીતધ્વનિ શાંત થઈને દિગ્દિગંતરમાં લીન થઈ જાય છે, તે વેળાએ પુનઃ એ યુવક પૂર્વ પ્રમાણે પેાતાના વિચરણના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. પુષ્પાદ્યાનમાં અત્યારે એવા આદર્શે પ્રવર્તાયમાન છે.
૫૪
ઘેાડીવાર પછી એ પુષ્પવાટિકાના એક ભાગમાં એક શ્વેતવસ્ત્રધારિણી મનુષ્યમૂર્ત્તિ દષ્ટિગાચર થઈ. તેને શ્વેતાં જ અસ્વસ્થ યુવકે વ્યગ્રતાથી તેને પૂછ્યું કે; “ક્રાણુ છે? ઇબ્રાહીમ ? ” મનુષ્ય વધતા વધતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com