________________
ર
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પરાધીનતાની બેડી પહેરી લેશે કે ? ખુદાવન્દ! ક્ષમા કરજે. ભવિષ્યને વિચાર કરતાં તો એમ જ દેખાય છે કે, જે વેળાએ મુસલમાન બાદશાહો ભારતવર્ષને પોતાના અધિકારમાં લઈને સામ્રાજ્ય સ્થાપવાની ને મહત્ત્વાકાંક્ષા કરશે, તે જ વેળાએ મુસલમાન બાદશાહનો અવશ્યમેવ વિનાશ થશે.” ચન્દનસિંહે કોઈ પણ પ્રકારના ભય વિના પોતાના મનના ખરેખરા ભાવો જણાવી દીધા.
સુલયમાનનાં નેત્રો કાપથી લાલચેળ થઈ ગયાં. તે કાંઈક ક્ષસ્વરથી ચન્દનસિંહને કહેવા લાગ્યો, “મુસલમાનો આ બાબતમાં આપની સલાહ લેવા નથી ઈચ્છતા. હાલમાં ઉપસ્થિત થતા યુદ્ધમાં એટલે કે,
રીસા પર ચઢાઈ કરતી વેળાએ જે ફૌજમાં કાંઈ પણ ઘટાડો થાય, તે બંગાલાના જમીનદારે મદદ આપશે કે નહિ ? એટલું જ હું જાણવા માગું છું.”
એકવાર નહિ, પણ હજારવાર મદદ આપશે. હુજૂરની આજ્ઞાનું પાલન કરવામાં કાઈપણ જમીનદાર ન્યૂનતા રાખશે નહિ. ખુદાવન્દ ! અમે તે સાધારણ મનુષ્યો છીએ અને રાજાના ભલામાં જ અમારું પિતાનું ભલું માનનારા છીએ. અમારા, ધન, પ્રાણ, માલ, મર્યાદા ઈત્યાદિ સર્વ પદાર્થો આપના હાથમાં જ છે. માટે જે વેળાએ જેસ- હુકમ કરવામાં આવશે, તે વેળાએ તેમ વર્તવા માટે અમે બધા તૈયાર છીએ.” ચન્દનસિંહે સંતોષકારક ઉત્તર આપ્યું. એથી નવાબ પ્રસન્ન થયો.
બસ, એટલું જ જોઈએ છે. એ કારણથી જ હિન્દુઓમાં અમે આપને બધાથી મોટા ગણીએ છીએ. ખયર-હવે એ તકરારને અહીં જ ખતમ કરી નાંખો.” એમ કહીને સુલયમાને ચન્દનસિહના વિષયને ટાળી નાંખ્યો.
પાછા ફરીદશાહને ઉદ્દેશીને સુલયમાન કહેવા લાગ્યો કે, “હવે ગુસલને વખત થઈ ગયો છે, માટે મારાથી દમ્બરમાં વધારે વાર રોકાઈ શકાય તેમ નથી. મગરિબની નમાજ પછી તમે પાછા મને મળજે, એટલે કેટલીક ખાસ વાત કરવાની છે, તે આપણે કરીશું. આપણે અસરજંગ કાળેપહાડ તો યુદ્ધ માટે જ્યારે કહો ત્યારે તૈયાર જ છે. મગરિબ, પછી હું તેને જંગ કરવા માટે હુકમ મોકલી આપીશ. ઓરીસાની લડાઈની બાબતમાં તે જ મારો વજીરે આજમ છે. તમારે હવે અત્યારે તો કાંઈ ખાસ કહેવાનું નથી ને! કાળાપહાડ અને તમારી સલાહથી યુદ્ધની . સર્વ વ્યવસ્થા કરી નાંખીશું; ઇન્શાઅલ્લાહ! જંગમાં ફતેહ આપણી જ છે.”
“હુજૂરની જેવી ઈચ્છા. ભલે પધારો. બહાદુર કાળેપહાડ ખુદાની ફૌજનો એક બહાદુર અને આલીશાન સિપાહી છે. મને ખાત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com