________________
પ૦
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય “ત્યારે શું તમે એરીસા પ્રાન્તને ઘણે જ ફાયદેમંદ સમજે છે સુલયમાને કાંઈક વધારે જાણવાના હેતુથી પ્રશ્ન કર્યો.
એના ઉત્તરમાં ફરીદશાહે જણાવ્યું કે, “જે કે હું રીસાને વધારે લાભકારક તે નથી જ સમજાતે, તે પણ તેને સર કરવામાં એક ઉચ્ચ પ્રકારની કીર્તિ સમજું છું. બખ્તિયાર બંગાળામાં મુસભાની હુકૂમતનું મૂળ રોપી ગયા છે અને તેને જે આપ મજબૂત કરશે, તો તવારીખમાં આપનું નામ સુવર્ણના અક્ષરે લખાયેલું સદાને માટે કાયમ રહેશે.”
વૃદ્ધ ફરીદશાહે અન્તિમ વાક્ય ઘણું જ ગંભીરતાથી ઉચ્ચાર્યું અને સભાસદનમાં તેના એ શબ્દનું ગુંજન થવા લાગ્યું. ભીતમાં અતિમ શબ્દોને પ્રતિધ્વનિ થવા લાગ્યો. ક્ષણ માત્રમાં ચતુર્દિશાએ શાન્તિ અને નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું. કેલાહલનો અવરોધ થયો.
એ નિ સ્તબ્ધતાને ભંગ કરીને કેઈએ ધીમા સ્વરથી કહ્યું કે, જહાંપનાહ! ખુદાવન્દ!” ' શબ્દનું ઉચ્ચારણ કર્ણમાં આવતાં જ સુલયમાનનું ધ્યાન તે તરફ ખેંચાયું. તેણે જોયું કે, મહાન જમીંદાર ચન્દનસિંહ કાંઈ બોલવાની આકાંક્ષા ધરાવે છે, પણ આજ્ઞા વિના બોલવાનું સાહસ કરી શકતો નથી; એટલા માટે ચતુર સુલયમાને તેને ઉદ્દેશીને કહ્યું કે, “ચા સિંહજી! જે તમારી કાંઈ પણ બોલવાની ઈચ્છા હોય, તો કઈ પણ જાતના ભય અને સંકોચ વિના બેલો. હું સારી રીતે જાણું છું કે, તમે બધા મારા સાચા ખયરખાય છે. બંગાળાના જમીનદારો પઠાણ બાદશાહને દરેક વખતે જોઈએ તેવી મદદ કરતા આવ્યા છે અને હવે પછી પણ હું આશા રાખું છું કે, તેવી મદદ હમેશ તેઓ કરતા રહેશે.”
સૂબેદારની આજ્ઞા મળવાથી ચન્દનસિહ ઉભે થયો અને યથાયોગ્ય અભિવન્દન કરીને બોલ્યો કે, “મૃદાવન્દ! ક્ષમા કરશે. દબૉરમાં સ્વતંત્રતાથી બોલવાની આપ મને આજ્ઞા આપો છે, તેથી જ હું એક પ્રાર્થના કરવાનું સાહસ કરું છું. દાસ માત્ર એટલું જ કહેવાની ઈચ્છા રાખે છે કે, બંગાળાના જમીનદાર ધન,બાહુબળ અને સૈન્ય ઇત્યાદિની જહાંપનાહને સહાયતા આપશે. ખુદાવન્દની અસંખ્ય શક્તિશાલિની વિરસેના પણ ખુદાના રાજ્યનો વિસ્તાર વધારવાની ચેષ્ટા કરતી રહેશે. પરંતુ સમસ્ત ભારત વર્ષના પ્રાચીન આર્ય રાજ્યોનો નાશ કરીને સમગ્ર આર્યાવર્તમાં મુસમાન રાજ્યની સ્થાપના કરવાનું કાર્ય બે ત્રણ શતકે ગયા પછી પૂણ, સફળ થશે કે નહિ, એની શંકા જ છે.”
ચન્દરસિહના એ વિચારો સાંભળતાં જ સુલયમાનના વિશાળ લલાટે સંકુચિતતા ધારણ કરવા માંડી. તે બોલ્યો, “આપ એ કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com