________________
જ
કર જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
હ૧ણુ એ તું હવે કોઈવાર મને છોડીને ન આવવાની શરત કરતી હોય તો. નહિ તો મારે પાણી ભરીને આ ચાલી.” લુચ્ચી પ્રભાએ વળી પણ વિષ પાથર્યું.
તારા સમ જે હવે તને છેડીને એકલી આવું તે. બસ–” ઉષા હારી.
“ઠીક ત્યારે સાંભળ–આજે મારા નાનાને ત્યાં તારા દેશને એક યાત્રાળ આવ્યો છે.” પ્રભાવતીએ કથાનું મંગળાચરણ કર્યું.
બસ, એ જ સારી ખબર લાવી છે કે ? મારા દેશના તે રોજ અનેક યાત્રાળુઓ આવે છે અને જાય છે. એમાં આશ્ચર્ય જેવું શું છે?” ઉષાએ નિરાશાથી કહ્યું.
ના બહેન ! એ યાત્રાળ બીજા યાત્રાળુઓ જે સાધારણ નથી. મારા મામાએ તેને તારા વિશે કાંઈ કહ્યું હતું. તારા સહવાસથી હું હવે તારા દેશની ભાષા કાંઈક કાંઈક સમજવા લાગી છું. તેણે મામાને તને જોવાની ઈચ્છા દર્શાવી છે. મને લાગે છે કે, નાના જ્યારે જહાજપુરથી પાછા આવશે, તે વેળાએ એ યાત્રાળુ સંગે જ તારે વિવાહ કરી આપવામાં આવશે.” પ્રભાવતીએ બધી ભઠ્ઠી ફાડી દીધી.
વિવાહ વિશેની અતિમ વાર્તા સાંભળતાં જ લજજાથી ઉષા અધેમુખા થઈ ગઈ “હવે બેસને મૂગી મૂગી ! આવી વાતે તે મુઉં કાણું. કરે ?” એમ કહીને પ્રજાને તેણે ઝટકાવી નાંખી.
પ્રભાવતી હસતી હસતી થોડેક દૂર જઈને ઊભી રહી, અને ત્યાંથી કહેવા લાગી કે, “એમાં ઊકળી તે શું જાય છે. હું જે કહું છું, તે જે કે સાચું થાય છે કે નહિ? જૂઠું પડે તો કહેજે.”
ઉષાએ એક દીર્ધ નિઃશ્વાસ નાંખીને ભગ્ન સ્વરથી કહ્યું કે, “અમારા દેશમાં તેમનો નિવાસ ક્યા સ્થાને છે, એ તું જાણે છે કે ?”
હા-હા–તેમણે પોતાના નિવાસસ્થાનનું નામ નવદીપ બતાવ્યું હતું. તારું ધર પણ ત્યાંજ છે ને ?” એ ઉત્તર આપીને પ્રભાવતીએ મશ્કરી કરી કે, “કેમ, અત્યારે જ તેમનું ને એમનું કરવા મંડી ગઈ?”
“મુઈ, તું તો મશ્કરીમાં જ મરી જવાની. બહેન! ત્યારે હું કાલે એ યાત્રાળને જોવા આવીશ અને મારા પિતાના સમાચાર પૂછીશ. કદાચિત મારા પિતાને તે ઓળખતે હોય.” ઉષાએ કહ્યું.
બહુ સારું. મારો પણ એવો જ વિચાર હતે. કાલે સવારમાં વહેલી ઊઠીને હું તને સાથે લેતી જઈશ અને મા પાસેથી તેને બે ત્રણ દિવસ ત્યાં રહેવાની રજા પણ અપાવીશ. કેમ ઠીકને?” પ્રભાવતીએ પિતાને મનભાવ દર્શાવ્યો.
ઘણું જ ઠીક. એ તે કાલે થઈ રહેશે–પણ હવે ઊતાવળી થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com