________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એ વિશે વિચાર કરવા માટે પુરીને પ્રધાન પંડ્યો રીસાની રાજધાની જહાજપુરમાં મહારાજા નંદકુમાર પાસે ગયો હતો. જ્યાં સુધી તે પાછો ન આવે, ત્યાં સુધી પ્રભાતે પુરીમાં જ રહેવાનો નિશ્ચય કર્યો.
ચકધર મિશ્રના ગૃહથી સરોવર ઘણું દૂર નહોતું. જે દિવસથી પ્રભાત જગન્નાથપુરીમાં આવ્યો હતો, તે દિવસથી પ્રતિદિન તે સરેવરના તીરે તે ફરવા માટે જયા કરતો હતો. ઉત્કલ (ઓરીસા) વાસિની હજારો રમણીઓ સરોવર તીરે જલ ભરવામાટે આવતી હતી અને પિતાની ભાષામાં પરસ્પર અનેક પ્રકારની વાર્તાઓ કરીને આનંદને ભાવ પ્રસરાવતી હતી. માનિનીઓની મધુર ભાષા સાંભળીને પ્રભાતના હૃદયમાં ઘણો જ આનન્દ થતો હતો. પરંતુ આજે તે સરોવર તીરે બીજું કાઈ પણ નથી. એક સ્થળે પ્રફુલ્લ અશોક વૃક્ષ તળે પ્રભાતકુમાર ઊભે છે અને બીજા સ્થાને એક દેવકન્યા સમાન અર્ધસ્ફટિતયૌવના બાળા ઊભી છે.
પ્રભાતકુમારે અનેક દેશોમાં પ્રવાસ કર્યો છે અને અનેક પ્રકારની સૌન્દર્યવતી સ્ત્રીઓ તેના જેવામાં આવી છે. પણ આજ સુધીમાં આવી પરાશિ રમણીના મુખનું તેણે અવલોકન કર્યું નહોતું. પોતાના જીવનમાં અનેક વિસ્મયકારક પદાથોને અનુભવ લીધેલો છતાં, આજના જેવો વિસ્મય તેના ચિત્તમાં કદાપિ થયો નહોતો. તે પ્રતિદિન સહસ્ત્રાવધિ ઉકલવાસિની વનિતાઓને વિલોક હતું, પરંતુ આ બાળાની વેશશેભા અને આકૃતિ પ્રકતિ તે સર્વથી કાંઈક ભિન્ન પ્રકારની હતી. એનાં વસ્ત્ર અને આકૃતિમાં કોઈ નંગવાસિની વનિતાનાં ચિહો સ્પષ્ટ દષ્ટિગોચર થતાં હતાં. તો શું જગન્નાથપુરીમાં કાઈ વેગવાસી ગૃહસ્થ રહે છે ? કદાચિત કાઈ સપરિવાર તીર્થયાસ કરવાની ઈચ્છાથી અહીં આવીને રહેલો હશે. પણ તે ગૃહસ્થ દરિદ્રી હે જોઈએ, એમ અનુમાન કરી શકાય છે. કારણ કે, નહિ તે એ કોમલાંગી બાળા સર્વથા અલંકારહીના શામાટે હોવી જોઈએ ? તેનાં વસ્ત્રો પણ આવાં મલિન કમ હોય ? બાળાની મુખકાન્તિ અને તેની મધુર પ્રકૃતિથી તે એવો જ નિશ્ચય થાય છે કે, એ કેાઈ ઉચ્ચ વંશનું જ કન્યારત્ન હોવું જોઈએ. ત્યારે શું એને સંબંધી કેઈએ નહિ હોય? એ ૫વતી પ્રતિમાના નૂતન સૌન્દર્યમાં જે વિષાદરૂપ કલંકની છાયા જોવામાં આવે છે, તેને કાઢી નાંખનાર શું કઈ પણ નહિ હોય ? પ્રભાતકુમાર એ પ્રશ્ન કોને પૂછે?—નેને એ પ્રશ્નોનાં ઉત્તર કોણ આપે ? બાળાને પૂછવાથી સર્વ સંદેહનો સંહાર થઈ શકે એમ છે, પરંતુ બાળાના મુખમંડળમાં ઇષ–સ્ફટિત યૌવનની લલિત મધુર લજજા વ્યાપેલી હોવાથી, પ્રભાત તેને એ પ્રશ્ન કેમ પૂછી શકે વાસ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com