________________
૪૧
પ્રથમ દ્રષ્ટિપાત અપરિચિત દેશમાં અપરિચિત મનુષ્યનું એવું આચરણ પ્રશંસાપાત્ર ગણી શકાય ખરું કે ? કદાપિ નહિ. શાસ્ત્રમાં આકાશવાણીની આખ્યાયિકાઓ અનેક સ્થળે લખવામાં આવી છે, ત્યારે આજે એકવાર માત્ર એક જવાર તેવી આકાશવાણી કેમ થતી નથી? આકાશવાણી થાય, તો તેની સહાયતાથી પ્રભાતકુમાર એ નવયૌવના બાળાનો વૃત્તાંત જાણી શકે, એ સંભવ છે. પણ તેમ થવું અશક્ય છે. - પ્રભાતકુમાર સંજ્ઞાશૂન્ય થઈને એકીટસે તે બાળાને નિહાળતે મનમાં અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યો. બાળાવિના તેને બીજું કાંઈ પણ દેખાતું હતું નહિ. તેના હૃદયમાં જે સંદેહ ઉદ્ભવ્યો હતો, તે પાછો હદયમાં જ લીન થઈ ગયે. હવે તેના વિચારે અન્ય દિશામાં પ્રવાસ કરવા લાગ્યા.
ઘણીવાર સૂધી બાળાએ પિતાની દૃષ્ટિ આકાશમાં લીન કરી રાખી. તે જે વસ્તુને શોધતી હતી, તે વસ્તુ તેને મળી શકી નહિ. એટલામાં તેની દષ્ટિનો એક બીજી દિશામાં પાસ થયો. પોતાના કટિભાગમાં તેણે જે ગાગર ધરી રાખી હતી, તેને તેણે ધીમેથી જમીન પર રાખી દીધી. અગમ્ય ભાવદર્શક અશ્રુનાં બે બિન્દુઓ તેના કપિલપ્રદેશમાંથી નીચે
ખરી પડ્યાં. સાડીના પાલવથી નેત્રે લૂછીને જલ ભરવા માટે પાષાણુ- સોપાન પરથી સરોવરમાં તે ઉતરવા લાગી.
એટલામાં એક ઉત્કલ બાળા કક્ષામાં ગાગર લઈને સરોવરના તે જ આરાપર આવી પહોંચી અને સ્મિત હાસ્ય કરીને તે ઉતરતી બાળાને સાધીને કહેવા લાગી કે, કેમ ઉષે! તું મારાથી પહેલાં જ ચાલી આવી ને? જરાવાર મારી વાટ પણ ન જોઈ ?”
પ્રશ્ન થતાં જ ઉષાએ પાછું વાળીને જોયું. થડે જ છેટે ઊભેલા પ્રભાતકુમારને “ઉષા” નામરૂપ રત્નની અચાનક પ્રાપ્તિ થઈ
ઉષા કિંચિત્ હસી અને કહેવા લાગી કે, “અલી પ્રભે. ઠેઠ અત્યારે આવી કે ? મેં તે એમ જાણ્યું કે, આજે તું તારા નાનાને ત્યાં જ રહેવાની છે. આજે ઘેર કેટલાક યાત્રાળુઓ આવેલા છે અને તેઓ અત્યારે જ સ્વયંપાક કરવાના છે; એટલે પાણી ભરવાને હું તો વહેલી વહેલી જ ચાલી આવી.”
ભલે ને તું બહાનાં બતાવ્યા કર. હવે હું પણ તારા માટે કઈ વાર ખોટી નહિ થાઉં અને આજે મેં એક સારી ખબર સાંભળી છે, તે પૂણું તને કહીશ નહિ.” પ્રભાવતીએ વિનોદ સાથે ઉષાના મનમાં એક પ્રકારની ઉત્કંઠા ઉપજાવી.
કઈ વાત અને શી ખબર સાંભળી છે? અલી, કહી દેને! જે તને મારા સમ છે, ન કહે તો?” ઉષા આતુરતામાં કાવરી બાવરી બની ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com