________________
પ્રથમ દૃષ્ટિપાત
૩૯ અને તેનાં અનેક પુષ્પ પ્રફુલ્લિત થઈને વૃક્ષની શોભામાં વૃદ્ધિ કરતાં અનુભવાય છે. એ સ્થળે એક અદ્ધસ્કૂટયૌવના સુન્દર બાળા આકાશનું અવલોકન કરતી ઊભેલી છે. આકાશમાં તે કઈ વસ્તુને શોધ કરે છે, એ તે બાળા વિના બીજું કઈ પણ બતાવી શકે તેમ નથી. તેનાથી થોડા અંતરે અશોક વૃક્ષ તો ઉભેલો એક વિદેશીય પથિક એ બાળાના સૌન્દર્યની સમીક્ષામાં લીન થએલો છે. પથિક તે બાળાની સુન્દર અને મનમોહિની મૂર્તિને અવલોકી મનમાં જ કહેવા લાગ્યો કે;
હે સરલે, એક ધ્યાનથી આકાશમાંની કઈ શોભાનું તું અવલોકન કરે છે ? તારાં નેત્રના નીલવર્ણ તારકે આકાશની નીલવર્ણતાને પિતામાં આકષી લેશે! તું પોતે નથી જાણતી કે, આકાશની આ ચમકતી તારા કરતાં પણ તું પોતે અધિક સુંદર છે ! જે–આ સરોવરના નિર્મલ જલરાશિમાં તારા સુંદર રૂપની છાયા કેવી પ્રસરી ગઈ છે! તારી સુન્દર પ્રતિછાયાના અવલોકન માટે જ જલચર છાએ અત્યારે શાંત ભાવ ધારણ કર્યો હોય, એમ જણાય છે. તારી સુન્દર પ્રતિષ્ઠાયાને ભંગ ન થાય, એ હેતુથી જલતરંગોએ પણ પોતાની ગતિને અવરોધ કરેલો છે અને તીરકાન્તસ્થ વૃક્ષે પણ અચલ શાંત સ્વભાવનું અવ-લંબન કરીને ઉભેલાં છે ! પ્રકૃલ્લિત પુષ્પો પણ તારા અ૫ની ચર્ચામાં જ નિમગ્ન થએલાં છે ! કેટલાંક કુસુમે તે મલિન થઈને પૃથ્વી પર પડી જાય છે ! એ તો ખરી, મધુરી સુન્દરી! તારી સુન્દરતા સમક્ષ જલનાં કમલે પણ પ્લાન થતાં દેખાય છે ! તારા લલાટમાં ચિન્તા અને નેત્રોમાં કાતરતાનાં ચિહે સ્પષ્ટ દષ્ટિગોચર થાય છે. તારી દ્રષ્ટિ ઘણી જ દૂર ગએલી છે! તારા ઓષ્ઠોમાં હાસ્યને આવિર્ભાવ થતો હોવા છતાં પણ તું હસતી કેમ નથી ? તારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે ? એકવાર તેને નામ કહે, એટલે તે જ્યાં હશે ત્યાંથી તેને શોધીને લાવી આપીશ. શું તું મૃત લોકની નિવાસિની નથી ? મેં સાંભળ્યું છે કે, સ્વર્ગ લેકમાં મૂર્તિમતી સરલતાનો નિવાસ હોય છે, માટે ત્યાંથી ભૂલી પડીને તો તું અહીં નથી આવી ને? કદાચિત એમ હોવાથી જ તું અસ્વસ્થ થઈને સ્વર્ગના માર્ગને શોધ કરતી હશે! ગભરા નહિ-માર્ગ મળશે હું માર્ગદર્શક થઈશ. એકવાર તું તારા મુખને સારી રીતે મલકાવ, કે જેથી તારું અર્ધસ્ફટિત યૌવન કિચિત વિશેષ પ્રફુટિત થાય !”
- પ્રભાતે પોતાના મિત્ર યોગેશચન્દ્રથી વિમુક્ત થવા પછી પ્રથમ રાત્રિ વનમાં જ વીતાડી અને બીજે દિવસે જગન્નાથપુરીમાં આવીને પોતાના પરિચિત પંડ્યાના ગૃહમાં રહ્યો. પંડ્યાનું નામ ચક્રધર મિશ્ર હતું. મુસલ્માનોના અત્યાચારથી જગન્નાથના મંદિરની રક્ષા કેવી રીતે કરવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com