________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય તારે એક અજ્ઞાતકુલશીલા સુંદર બાળાને જોઈને પોતાના કર્તવ્યને વિસારી દેવું જોઈએ નહિ. તારે તો હજી અનેક મહત્વનાં કાર્યો કરવાનાં છે. માટે સાવધ રહેજે! સૌન્દર્યના જાળમાં જકડાઈને કોઈ કાળે પણ કર્તવ્યવિમુખ થઈશ નહિ.
ઉષા અને પ્રભાવતી પરસ્પર એક બીજાને જોવા લાગી. પ્રભાવતી જો કે ઉષા સાથે હાસ્યવિનોદ કરવામાં જ રોકાયેલી હતી, તે પણ વારંવાર પ્રભાતને જોયા વિના તે રહી શકતી નહોતી. ઉપાએ કહ્યું, “ચાલ પ્રભે! પાણી ભરીને ચાલતાં થઈએ. રાત પડી જવા આવી છે. ચાલો અને સાથે જ ઘેર જઈએ.”
ચાલે ત્યારે જઈએ. કાલે સવારે હું તને એ યાત્રાળુનું દર્શન કરાવી આપીશ.” પ્રભાવતીએ પણ જવાની અનુમતિ દર્શાવતાં કહ્યું.
પ્રભાવતી અને ઉષા ઉભય સરોવરમાંથી જળપાત્રો ભરવા લાગી. જે પક્ષીઓ અશોક વૃક્ષમાં નિવાસ કરીને બેઠાં હતાં, તે સર્વે આવીને તે વૃક્ષની શાખાઓ પર બેસવા લાગ્યાં અને પોતપોતામાં ઉષા, પ્રભાવતી અને પ્રભાતના સંબંધમાં ચર્ચા કરવા લાગ્યાં. ઉષા, પ્રભાવતી કે પ્રભાત કાઈ પણ તેમની ભાષા સમજી શક્યું નહિ. પરંતુ એ જ સંધ્યા સમયે બે ક્ષુદ્ર પ્રાણનું નિઃસ્તબ્ધતાથી પરસ્પર સ્થાન પરિવર્તન થઈ ગયું, એકાઈ જોઈ શકયું છે ? પરમાત્મા જાણે.
પ્રભાતે જોયું કે, પ્રકૃતિની અપૂર્વ સુન્દરતાથી સરેવરને સમસ્ત ભાગ ભીષણ અંધકારથી આચ્છાદિત થઈ ગયો છે. એક દીર્ધ ઉષ્ણુ નિ:શ્વાસ નાંખીને ધીમે પગલે પ્રભાત પોતાના નિવાસસ્થાન પ્રતિ પ્રયાણ કરવા લાગ્યો.
તૃતીય પરિછેદ
દમ્બર–યુદ્ધવિચાર આજે બંગાળાને સૂબેદાર પોતાના આમ દબંર (દબંરે આમ)માં સુવર્ણના રત્નખચિત સિંહાસને વિરાજમાન થએલો દેખાય છે. તેના શરીરપર કારાબી જામો અને શિરપર તાજ શોભી રહેલાં છે. સિહાસનના આસમન્નાત ભાગમાં ચતુર્દિશાએ સુગંધિત સુમનના ગુચ્છ ફૂલદાનમાં ગોઠવી રાખેલા છે–તે સુમનના સૌગવ્યથી સભાભવન સૌગ
ધ્યેય બની ગએલું છે. દબંર ભરવાના એ મકાનમાં સુવર્ણના ભો. શેભતા ઊભા છે અને પ્રત્યેક સ્તંભની બન્ને બાજુએ વીસ વીસ હૃષ્ટપુષ્ટ ચોધાએ હાથમાં નાગી તલવારે ધારીને પાષાણની પ્રતિમાઓ સમાન અચલ ભાવથી ઊભેલા જોવામાં આવે છે. સિહાસનના સમીપસ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com