________________
પ્રથમ દૃષ્ટિપાત
૪૩
ચાલ, પાણી ભરી લઇએ. વાર થશે તેા ડેાશી વળી વઢવા માંડશે.” ઉષાએ કહ્યું.
એજ ક્ષણે પુષ્પાથી ભરેલી અશેક વૃક્ષની શાખાપર બેઠેલા પપૈયાએ પીયુ પીયુ શબ્દના ધ્વનિ કર્યો. સંધ્યાકાલની શાંતિના ભંગ કરનારા પપૈયાના શબ્દ ચતુર્દિશામાં ગર્જવા લાગ્યા. ઉષા અને પ્રભાનું ધ્યાન તે દિશામાં આકર્ષાયું. પપૈયા તા ઊડી ગયા હતા, પણ તે જ અશાક વૃક્ષ નીચે એક અપરિચિત યુવકને ઉભેલા બ્લેઇને બન્ને બાળા લજ્જાથી સર્વથા સંકુચિત થઈ ગઈ.
સ્ફુટોન્મુખયૌવના પ્રભાવતી ધીમે ધીમે નિ:સરણીપરથી ઉતરીને ઉષા પાસે પહોંચી ગઈ, અને તેના કાનમાં ધીમેથી કહેવા લાગી કે, એ ધણું કરીને તે તે જ યાત્રાળુ છે. મને તે ખાઈ ! તેવેા જ જણાય છે.” “મેં તે તેને ભૈયા નથી. તેં જ જેયેા છે, એટલે તું જ આળખી શકે, એમાં મને શું પૂછે છે ?” ઉષાએ ઉત્તર આપ્યું.
“મને તે। તે જ હાય, એમ લાગે છે. છતાં પણ ઉભી રહે હું એકવાર એને ધ્યાનથી તેઈ લઉં.” એમ કહીને પ્રભાવતી તે અશેક વૃક્ષ નીચે ઉભેલા યુવકને એકીટસે નિહાળવામાં લીન થઈ ગઈ.
લજ્જાથી ઉષાનું મુખ રક્તવર્ણ થઈ ગયું અને પ્રભાતમાં દૃષ્ટિ પડતાં જ કાણુ જાણે શાથી તેને જોવાની વારંવાર તેના મનમાં ઈચ્છા થયા કરતી હતી. પ્રભાવતીની અંતિમ વાર્તા સાંભળતાં સાંભળતાં ઉષા બે વાર પ્રભાતના સુખનું અવલાકન કરી ચૂકી હતી. પ્રભાવતીએ જ્યારે કહ્યું કે, “હું એકવાર અને ધ્યાનથી જોઈ લઉં.” તે જ વેળાએ ઉષાએ પ્રભાતને પેાતાની દૃષ્ટિના વિષય બનાવ્યા હતા, ને તેથી જ તેના મુખમંડળમાં લજ્જાના ભાવ વ્યાપી રહ્યો હતા.
પ્રભાતના આશ્ચર્યની સીમા ન રહી. એક તે। . પ્રથમ જ ઉત્કલ દેશમાં વંગમહિલાને જેને તેના મનમાં આશ્ચર્ય તે થયું હતું જ, અને હવે તેમની ઉપર્યુક્ત પરસ્પર વાર્તા સાંભળતાં તે તેનું આશ્ચર્ય સીમાનું ઉલ્લંધન કરી ગયું. નવદ્વીનિવાસિની એક માળા વિશે કેટલાક વૃત્તાંત ચક્રધર મિશ્રના મુખથી તેના સાંભળવામાં આવ્યા હતા અને મધ્યાહ્ન સમયે જે ઉત્કલ બાળાને તેણે જોઈ હતી, તે જ ખાળા અત્યારે ઉષા સાથે પ્રશ્નાત્તરી કરવામાં પ્રવૃત્ત થએલી હતી. ત્યારે શું પ્રભાવતીએ ઉષાને જે સમાચાર સંભળાવ્યા, તે પ્રભાતકુમાર વિશેના
તા નહિ હેાય ? શું પ્રભાતને પુનઃ એ ખળાના દર્શનના અવસર મળશે ? નાના—પ્રભાત ! તું એક વિદેશીય પ્રવાસી છે, શાસ્ત્ર અને વિદ્યામાં નિપુણ્ છે અને દેશના લાભ માટે તે પ્રાણ અર્પવાની પ્રતિજ્ઞા કરેલી છે, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com