________________
દબર-યુદ્ધવિચાર
૪૫ પૃથ્વી પર એક રેશમનો અમૂલ્ય ગાલીચો બિછાવેલો છે, અને તે પર રાજ્યના પ્રતિષ્ઠિત ધનવાને અને માની અમીર ઉમરા બહુમૂલ્ય વસ્ત્રથી સુસજ્જિત થઈને બેઠેલા છે. દબંરભવનના સામેની શ્વેત પાષાણુ તંભની શ્રેણિ પિતાપર ગોઠવાયેલા અનેક પ્રકારનાં પુષ્પોથી શોભતી દબૉરના દબદબાનું જ્ઞાન કરાવતી જોવામાં આવે છે. સ્તભશ્રેણિથી બીજી બાજૂએ રાજદર્શનાભિલાષી જને ભિન્ન ભિન્ન આસન પર બેઠેલા છે અને તેમના પાછળના ભાગમાં લાંબા પહોળા આંગણાની બન્ને બાજુએ અસ્ત્ર શાસ્ત્રોથી સજ્જ થએલા સૈનિકે શ્રેણિબદ્ધ થઈને ઊભા છે. એમની પાછળ લગભગ ત્રીસ હાથના અંતરે સુવર્ણશંખલાથી બાંધેલા અને મૂલ્યવાન વસ્ત્રાથી સજાવેલા તથા અલંકારથી આપતા ચાર મદોન્મત્ત હાથી, પોતાની સુંઢને ઉન્નત કરીને સૂબેદારની સલામીના કાર્યમાં લીન થયેલા છે.
સૂબેદારનું મુખમંડળ પ્રસન્ન, લલાટ વિશાળ, નેત્ર ઉજવલ અને શરીરબંધન બહુ જ દઢ હતું. ચાળીસ વર્ષની અવસ્થા થએલી છતાં પણ શરીરમાં યુવાવસ્થા જેવી છૂર્તિનું સ્પષ્ટ દર્શન થતું હતું. સૂબેદાર સિહાસને મૌન્ય ધારીને બેઠે હતો અને સમીપમાં સભ્યજનો પણ મૂક –મુખે બેઠેલા હતા. સભાભવને જાણે સંપૂર્ણ શાન્તતાના ભાવને જ
સ્વીકાર કરેલો હાયની, એવો ભાસ થતો હતો. બહાર બાંધી લીધેલા કરા પાસે ઈસલામી ઝંડાતળે એ સભાના ઐશ્વર્યને ખાસ જોવા માટે જ આવી ઊભેલા નાગરિકોના મનમાં અત્યંત કૌતુક થતું હતું.
- થોડા જ સમયમાં સભાની શાન્તિનો ભંગ થયે. સુલયમાને પિતાની સામે જ બેઠેલા એક સંભ્રાન્ત મુસલમાનને સંબોધીને કહ્યું કે, “ફરીદશાહ ! જો કે મેં મારા મનની વાત આજ સુધી કોઈને પણ કહેલી નથી; તોપણ એ વાત તમારાથી છૂપી નથી. તમે મારા ઘણું જ ખયરખા વજીર છો, એ હું સારી રીતે જાણું છું. અત્યારે હું એક ઘણું જ મેટું કાર્ય કરવાની ઇચ્છા કરી બેઠે છું અને એ કાર્ય તમારી સલાહ વિના કરવાનું મને યોગ્ય નથી લાગતું. એટલા માટે જ મેં તમને ખાસ અહીં આવવાને શ્રમ આપ્યો છે.”
સુલયમાનની વાત સાંભળતાં જ ફરીદશાહ પિતાના આસન પરથી ઊભો થયો અને ત્રણવાર મસ્તક નમાવી પૃથ્વીને ચુંબન કરીને પ્રાર્થનાની રીતે કહેવા લાગ્યો કે, “જહાંપનાહ! ગુલામ કાંઈ એટલો અક્કલવાળો નથી કે, હુજૂરને સલાહ આપી શકે. જેની બુદ્ધિ અને બળના પ્રભાવથી બંગાળાનું બાદશાહી તપ્ત કઈ પણ ખૂન રેડ્યા વિના હસ્તગત થઈ ગયું છે, તેને સલાહ આપવી, એ આ નાચીજ ગુલામનું કાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com