________________
નજીરુન્નિસા માગ પણ એ જ બતાવે છે. પ્રેમે બતાવેલા માર્ગમાં વિચરવું, એ મનુષ્ય જાતિને માટે ઘણું જ લાભકારક અને હાનિહારક છે. પ્રેમે સર્વ સ્થળે અને સર્વ કાળમાં મનુષ્યને પિતાના તાબામાં કરી રાખેલા છે. જે વેળાએ દેશમાં શાંતિ હોય છે, તે વેળાએ કે પ્રેમના વૈભવોનાં ગાને ગાય છે અને યુદ્ધ પ્રસંગે પ્રેમ માટે શિરને હસ્તમાં લઈને રણભૂમિમાં પ્રવેશ કરે છે. પ્રેમને વાસ પર્ણકુટીમાં છે, તેવો જ રાજમહાલયમાં પણ છે. વિશ્વના મનુષ્યમાં અને સ્વર્ગના સુરેમાં પ્રેમને એકસરખો નિવાસ છે. કારણ કે, પ્રેમ તે સ્વર્ગ અને સ્વર્ગ તે જ પ્રેમ છે. - સારાંશ કે, નજીરુન્નિસા નિરંજનના પ્રેમની આકાંક્ષણે થઈ હતી. અને તેને તે કારાગૃહમાંથી ઉપાડી લાવી હતી, તેમાં તેના કાકા સુલયમાનનો પણ હાથ તે હતો જ. નિરંજને જ્યારે એને એક યવન યુવતી તરીકે ઓળખી, તે વેળાએ જ તે મૂચ્છિત થઈ ગયો અને તેને નજીરન મહાલયમાં ઉપડાવી લાવી, એ આપણે જાણું આવ્યા છીએ. એ વેળાએ બંગાળાના અધિપતિ સુલયમાનખાન પણ મહાલયમાં બેઠેલો હત, એ પણ વાચકોના લક્ષથી બહાર તો નહિ જ હોય. મૂચ્છિત નિરંજનના મુખપર ગુલાબ જળ ઇત્યાદિનું સિંચન કરીને તેને સાવધ ---કરવામાં આવ્યો અને નેત્રો ઉઘડતાં જ પોતાને અસહ્ય આપત્તિમાં નાંખનાર નવ્વાબને પિતાની સામે બેઠેલો જોઈને તે ભય અને આશ્ચર્યના મિશ્રિત ભાવથી ક્ષણેક દિમૂઢ જેવો બની ગયા. કદાચિત તે પાછા મૂચ્છિત થઈ ગયો હોત, પણ એટલામાં નવ્વાબે તેનો હાથ પકડી લીધે અને શાંત મુદ્રાથી તેને આશ્વાસન આપીને કહ્યું કે;-.
: “આટલા બધા ગભરાટનું શું કારણ છે? અહીં તારો દુશ્મન કોઈ પણ નથી, તું સર્વથા નિર્ભય છે. બંગાળાનો નવ્વાબ કે જે આટલા દિવસ તારો શત્રુ હતું, તે હવે તારો મિત્ર થવા માગે છે. શું તું તેની મિત્રતાનો અસ્વીકાર કરીશ? તારે જે મનભાવ હોય, તેવો સ્પષ્ટ જણાવી દે.”
એક યવનનાં વચનામાં હું કદાપિ વિશ્વાસ રાખી શકે નહિ. છતાં પણ આ નવ્વાબ! હું તને પૂછવાનું સાહસ કરું છું કે, નજીરનું કિાણ છે અને આ મહાલય કાનો છેએ જાણવા પછી જ સારે જે કાંઈ પણ બોલવાનું હશે, તે બેલીશ.” નિરંજને હૈયે અને સાહસથી નવ્વાબને એ પ્રશ્ન પૂછ્યો.
--“નજી ભાઈ તાજખાનની પુત્રી અને મારી ભત્રીજી છે; ને આ મહાલય મારું છે–એટલે કે, મે ખાસ એના નિવાસ માટે બંધાવી આપેલું છે. નજીરનની પ્રાર્થનાથી જ હું તારાપર મેહરબાન થયેલો છું.” નવાબે કહ્યું.
“તાજખાનની પુત્રી અને મારી ભત્રીજી” એ શબ્દ સાંભળતાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com